બનાસકાંઠા: વધુ એક ઠાકોર યુવકને નામ પાછળ સિંહ લખવું પડ્યું ભારે, માર મારી ચલાવાઈ લૂંટ

News18 Gujarati
Updated: June 2, 2018, 10:09 PM IST
બનાસકાંઠા: વધુ એક ઠાકોર યુવકને નામ પાછળ સિંહ લખવું પડ્યું ભારે, માર મારી ચલાવાઈ લૂંટ

  • Share this:
તાજેતરમાં જાતીવાદના મુદ્દે અત્યાચારની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે, નામની પાછળ સિંહ લખાવવા અંગે અનેક મારા મારી અને ધાકધમકીની પણ અનેક ઘટનાઓ બની છે. આવી જ વધુ એક ઘટના ફરી સામે આવી છે. આ વખતે ફરી બનાસકાંઠામાં જ એક ઠાકોર યુવકને નામ પાછળ સિંહ લખવું ભારે પડ્યું છે. અજાણ્યા સખ્સોએ માર મારી લૂંટ ચલાવી છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના થરાના ઉણ ગામમાં વધુ એક ઠાકોર યુવક પર નામ પાછળ સિંહ લખવા મુદ્દે હુમલો કરવામાં આવ્યો છે. આ વખતે ઠાકોર યુવકને માર મારી લૂંટ પણ ચલાવ્યાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉણ ગામના ઠાકોર યુવકે તેના ફેસબુક આઈડીમાં પોતાના નામ પાછળ સિંહ રાખ્યું હતું. તેને લઈ તેના પર પાંચ લોકોએ હુમલો કર્યો અને લૂંટી પણ લેવાયો છે. પોલીસે પાંચે હુમલાખોર યુવકની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જીલ્લામાં ઠાકોર યુવક પર હુમલો થયાનો આ ત્રીજો બનાવ છે. આ પહેલા પણ પાલનપુરના બહુચરગઢ ગામમાં ઠાકોર પરિવારમાં બાબરીનો પ્રસંગ હતો. જેના પગલે બાળકના કાકાએ ભત્રીજાની બાબરીની આમંત્રણ પત્રિકા છપાવી હતી. આ આમંત્રણ પત્રિકામાં તેમણે બાળકની નામ પાછળ સિંહ લખ્યું હતું. કાકાએ ભત્રિજાની આમંત્રણ પત્રિકા ગામમાં વહેચણી કરવા નીકળ્યા હતા. જે ગામના દરબાર સમજાના લોકોને ગમ્યુ ન હોવાથી આશરે પાંચથી છ લોકોએ કાકાને ઘેરી લીધો હતો. અને મૂછ મુંડાવવા માટે ફરજ પાડી હતી, અને મારામારી કરી હતી.

આ કેસમાં ધાકધમકી પણ આપાઈ હતી. ધમકીની સાથે તેની મુછો મૂંડાવી હતી. જેનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. આ ઘટનાને વીડિયોમાં યુવકને કેટલાક પુરુષો ધમકી આપી રહ્યા છે સાથે સાથે ગાળો પણ બોલી રહ્યા છે. બધી પત્રિકાને ફરીથી છપાવવાની વાત પણ વીડિયોમાં સ્પષ્ટ જણાઇ રહી હતી.

આ ઘટના બાદ અલ્પેશ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "વિવિધ બનાવો પરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિત જ નથી. આટલા બનાવો પછી પણ રાજ્યના ગૃહમંત્રી ચૂપ બેઠા છે. જાતિય ટિપ્પણી કરનાર કે પછી ગરીબ પરિવારના દીકરાઓને રંઝાડનારા અસામાજિક તત્વોને હું ચેતવણી આપું છું કે એવું માનવાની ભૂલ ન કરશો કે તમને સજા કરનારું કોઈ નથી. આવા અસામાજિક તત્વોના હાથ તોડતા પણ ઠાકોર સેનાને આવડે છે."

બીજી બાજુ આજે બનાસકાંઠામાંથી જ દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર લખાણનો મામલો પણ સામે આવ્યો છે. ડીસામાં ફેસબુક પર દલિતો વિરુદ્ધ જાતી સૂચક લખાણને લઈ રોષ જોવા મળ્યો હતો. દલિત સમાજના આગેવાનો દ્વારા આ મુદ્દે લખાણ લખનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ સાથે દલિત સમાજના આગેવાનો દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
First published: June 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading