બનાસકાંઠાઃ પાલનપુરના જગાણા પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત,2નાં ઘટનાસ્થળે મોત

બનાસકાંઠાઃ પાલનપુરના જગાણા પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત,2નાં ઘટનાસ્થળે મોત,એકને ઇજા.

  • Share this:
    બનાસકાંઠાઃ પાલનપુરના જગાણા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના બની છે. કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે તેમ જ એક વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તને સારવાર માટે મહેસાણા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

    મળતી વધુ વિગત મુજબ, પાલનપુરના જગાણા નજીક સામેથી પૂરપાટ આવેલી કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને એક વ્યક્તિને ઇજા થઈ છે. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માતમાં મૃત્યુ પામનારી વ્યક્તિના મૃતદેહને પીએમ માટે મોકલી દીધા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે મહેસાણા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા જલોત્ર ગામના રહીશ છે.
    Published by:Sanjay Joshi
    First published: