બ.કાં.: ઢીમાથી 7,728 બોટલ દારૂ, 12 લાખ રોકડ ઝડપાઈ

વાવ બેઠક પર ભાજપ તરફથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન શંકરભાઈ ચૌધરી ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે...

વાવ બેઠક પર ભાજપ તરફથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન શંકરભાઈ ચૌધરી ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે...

  • Share this:
એકબાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, તેવામાં જ બનાસકાંઠામાંથી મોટીમાત્રામાં ચલણી નોટ અને દારૂનો જથ્થો ઝડપાયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ઢીમા ગામ પાસેથી 7,728 વિદેશી દારૂની બોટલ અને 12 લાખની રોકડ ઝડપાઈ છે. ઢીમા ગામના લોકોની રજૂઆતના પગલે પોલીસે ધરણીધર માર્કેટયાર્ડમાં તપાસ હાથ ધરી, જેમાં પોલીસને 7728 બોટલનો દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો.

તેજ સમયે પોલીસ તપાસમાં એક બિનવારસી કન્ટેનરમાંથી 12 લાખની ચલણીનોટનો જથ્થો પણ મળી આવ્યો. પોલીસે આ મુદ્દે જણાવ્યું કે, બિનવારસી કન્ટેનરમાંથી 12 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. જેને લઈ ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, દારૂનો જથ્થો અને રોકડ જ્યાંથી મળી છે તે વાવ બેઠક વિસ્તારમાંથી મળી આવી છે. હાલમાં ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. વાવ બેઠક પર ભાજપ તરફથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન શંકરભાઈ ચૌધરી ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે.


First published: