Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

આરોપીઓની તસવીર

નયન રબારી સહિત પાંચ શખ્સોએ કિરણને વડોદરા મકરપુરા બસસ્ટેન્ડમાં બસમાંથી ઉતારી તેનું અપહરણ કરી વડોદરા વરણા વિસ્તારમાં આવેલી હોટલમાં લઇ જઇ લાકડી, ધોકા, પ્લાસ્ટીક પાઇપથી મારમારી હત્યા કરી દીધી હતી.

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના (banaskantha) વરવાડીયા ગામેથી 2017માં એક યુવક લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ (gril kidnapping) કરી ગયો હતો. આ કિસ્સામાં ડાલવાણા ગામના (Dalvana village) યુવક પર શંકા રાખી 14 શખ્સોએ સુરત (surat) નજીક બસમાંથી યુવકનું અપહરણ કરી હત્યા (boy murder) કરી હતી. જે કેસ પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટમાં (Additional Sessions Court) ચાલી જતાં ન્યાયાધીશે 14 આરોપીઓને આજીવન કેદની (Life imprisonment) સજા અને પ્રત્યેકને રૂપિયા 21,000ના દંડ ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

  2017માં વડગામ તાલુકાના વરવાડીયા ગામની યુવતીનું કનુભાઇ વસરામભાઇ પરમાર અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ કિસ્સામાં યુવકના મામાના દીકરા ડાલવાણા ગામના કિરણ માનાભાઇ પરમાર પર શક રાખ્યો હતો. કિરણ સુરત ખાતે હોટલમાં નોકરી કરતો હોઇ તારીખ 14/08/1917ના રોજ પાલનપુરથી સુરત બસમાં જઈ રહ્યો હતો.

  ત્યારે આરોપીઓએ તેનું લોકેશન મેળવી ટવેરા ગાડી ભાડે કરી તેનો પીંછો કર્યો હતો અને નયન રબારી સહિત પાંચ શખ્સોએ કિરણને વડોદરા મકરપુરા બસસ્ટેન્ડમાં બસમાંથી ઉતારી તેનું અપહરણ કરી વડોદરા વરણા વિસ્તારમાં આવેલી હોટલમાં લઇ જઇ લાકડી, ધોકા, પ્લાસ્ટીક પાઇપથી મારમારી હત્યા કરી દીધી હતી.

  આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

  આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

  જે અંગે લઈને મૃતકના ભાઇ દિનેશભાઇ પરમારે  હત્યારાઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આરોપીઓની અટકાયત કરી અને જેલના હવાલે કર્યા બાદ આ અંગે નો કેસ પાલનપુરની એડીશનલ કોર્ટ ચાલ્યો હતો જ્યાં છેલ્લા ત્રણ દિવસ થી કેસની કાર્યવાહી  ચલાવવામાં આવી રહી હતી.

  આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

  અને અંતે  ન્યાયાધીશ એમ. આર. આસોડીયાએ સરકારી વકીલ દિપકભાઇ પુરોહિતની દલીલો, પુરાવાઓ , સાક્ષી પંચો ની જુબાની સાંભળી 14 આરોપીઓને આઇપીસી કલમ 34, 302, 331, 342, 364 અને 120 (બી)ના ગૂનામાં આજીવન કેદ તેમજ દરેકને રૂપિયા 21,000 નો દંડનો હૂકમ કર્યો હતો.  આરોપીના નામ

  1- રમેશભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ વસાભાઈ પરમાર
  2- તળસીભાઈ જીવાભાઈ પરમાર
  3- બાબુભાઈ સવાભાઈ પરમાર
  4- ઈશ્વરભાઈ ભીખાભાઈ પરમાર
  5- અશોકભાઈ વસ્તાભાઈ પરમાર
  6- રમેશભાઈ ધરમાભાઈ પરમાર
  7-વીરાભાઈ અમરાભાઈ પરમાર
  8- અમુમીયા ઉર્ફે ઉમેદભાઈ પહાડખાન લોહાણી
  9- નયનભાઈ રવાભાઈ રબારી
  10- વિજયસિંહ ધુડસિંહ પઢીયાર
  11- વિશ્વાસ હવાભાઈ રબારી
  12- ઉમંગ રઘુભાઈ દેસાઈ
  13- મુકેશભાઈ વેરસીભાઈ રબારી
  14- વિષ્ણુભાઈ મફાભાઈ રબારી
  Published by:ankit patel
  First published:

  Tags: Banaskantha, Murder case, ગુજરાત, ગુનો

  આગામી સમાચાર