પશુપાલકો આનંદો, બનાસડેરીએ દૂધના ફેટના ભાવમાં રૂ. 25નો વધારો કર્યો

પશુપાલકોને હવે પ્રતિ કિલો દૂધ ના ફેટ ના રૂપિયા 630 ની જગ્યાએ ૬૫૫ મળશે જેથી પશુપાલકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

News18 Gujarati
Updated: June 5, 2019, 8:39 PM IST
પશુપાલકો આનંદો, બનાસડેરીએ દૂધના ફેટના ભાવમાં રૂ. 25નો વધારો કર્યો
પશુપાલક
News18 Gujarati
Updated: June 5, 2019, 8:39 PM IST
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે ત્યારે બનાસ ડેરીએ દૂધ ઉત્પાદકોને રાહત થાય તે માટે દુધ ના ફેટ માં વધારો કરી પશુપાલકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો દૂધ ના ફેટ ના રૂપિયા 630 ની જગ્યાએ ૬૫૫ મળશે જેથી પશુપાલકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

દૂધના કલેક્શનમાં એશિયાની પ્રથમ ક્રમાંકિત ગણાતી બનાસ ડેરીએ પશુપાલકોના હિત માટે ફરી એક વખત દુધના ફેટ માં વધારો કર્યો છે. હાલમાં એક તરફ સખત ગરમીના કારણે દૂધ ઉત્પાદન ઘટયું છે. જ્યારે ડેરીએ પશુદાણના ભાવમાં પણ થોડા સમય પહેલા વધારો કર્યો હતો. જેના કારણે પશુપાલકોને વધુ માર ન પડે તે માટે હવે ડેરીએ દૂધના પ્રતિકિલો ફેટે રૂ. 25 નો ભાવ વધારો કર્યો છે.

બનાસડેરી અગાઉના રૂપિયા 630 કિલો ફેટના ચૂકવતી હતી. જે હવે વધીને પશુપાલકોને રૂપિયા 655 મળશે જેથી પશુપાલકોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે બીજી તરફ બનાસદાણમાં કાચા માલની કિંમતોમાં ભારે ભાવ વધારો થયો છે.

જેથી બનાસદાણ માં રૂ.75નો ભાવ વધારો કરાયો છે. એટલે કે જે બનાસકાંઠાની બોરી પહેલા 1275 મળતી હતી તે હવે પશુપાલકોને 1350 રૂપિયા માં મળશે આમ એક તરફ ખેડૂતો માટે દૂધના ભાવમાં વધારો કરી રાહત આપી છે જ્યારે બીજી તરફ બનાસદાણ ના ભાવ વધારો કરતા પશુપાલકો ની જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...