વધુ એક ભંગાણ, ભાભર ઠાકોર સેનાનાં પ્રમુખ સાથે 25 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

News18 Gujarati
Updated: April 19, 2019, 1:22 PM IST
વધુ એક ભંગાણ, ભાભર ઠાકોર સેનાનાં પ્રમુખ સાથે 25 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું
રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે.

રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ઠાકોર સેનામાં વધુ એક ભંગાણ થયું હોવાનું સામે આવી રહ્યું છે. બનાસકાંઠાનાં ભાભર શહેરનાં ઠાકોરસેનાનાં પ્રમુખ બલાજી ઠાકોરે 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઠાકોરસેનામાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે બલાજી ઠાકોર અલ્પેશ ઠાકોરથી નારાજ છે જેના કારણે તેમણે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે. બે દિવસ પહેલા પણ દાંતીવાડા ઠાકોર સેના પ્રમુખ પણ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતાં.

બે દિવસ પહેલા દાંતીવાડા તાલુકાના ઠાકોર સેનાના પ્રમુખ સુરેશ ઠાકોર અલ્પેશ ઠાકોરનો સાથ છોડી ગત બુધવારે વાઘરોલ ગામે કોંગ્રેસના વિજય મહાસંમેલનમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

ફૂલનો હાર પહેરેલા બલાજી ઠાકોર (ફાઇલ તસવીર)


ત્યાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તો અમે જાહેરમાં ખુલ્લો વિરોધ કરીશું. સુરેશ ઠાકોરના આવા નિવેદનથી દાંતીવાડા તાલુકાની ઠાકોર સેનાના યુવાનો પણ લાલઘૂમ થયા હતા. સુરેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ કરી રહ્યા હોવાના મેસેજો વાઈરલ થઈ રહ્યા છે.

આ પહેલા ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો હતો. અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવતો હોવાનાં સેનાએ અનેક આક્ષેપ પણ કર્યા હતાં. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે ઉઘરાવેલ 100 રૂપિયાનો આજ દિન સુધી હિસાબ અપાયો નથી. ત્યારે લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કર્યો છે.
First published: April 19, 2019, 10:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading