વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડતા જીગ્નેશ મેવાણીના કાફલા પર મોડી રાત્રે હુમલો થયો હતો. કાફલાની ગાડીઓ પસાર થઈ રહી હતી તે દરમિયાનન હુમલો થતા ગાડીના કાચ તૂટી ગયો હતો અને એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડતા જીગ્નેશ મેવાણીના કાફલા પર મોડી રાત્રે હુમલો થયો હતો. કાફલાની ગાડીઓ પસાર થઈ રહી હતી તે દરમિયાનન હુમલો થતા ગાડીના કાચ તૂટી ગયો હતો અને એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
બનાસકાંઠા: વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડતા જીગ્નેશ મેવાણીના કાફલા પર મોડી રાત્રે હુમલો થયો હતો. કાફલાની ગાડીઓ પસાર થઈ રહી હતી તે દરમિયાનન હુમલો થતા ગાડીના કાચ તૂટી ગયો હતો અને એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
બનાસકાંઠાની વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે દલિત નેતા જીગ્નેશ મેવાણી ચૂંટણી લડી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલાની ઘટના બનતા તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો. મંગળવારે જીગ્નેશ મેવાણી તેમના કાફલા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતો તે દરમિયાન પટોસણ ગામ પાસેથી પસાર થતા કેટલાક લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.
લોકોએ તેની ગાડી પર લાકડીઓ મારતા એક ગાડીના કાચ તૂટી ગયો હતો. ગાડીમાં બેઠેલા એક વ્યક્તિને સામાન્ય ઇજા થવા પામી હતી. જોકે, તે સમયે જીજ્ઞેશ મેવાણીની ગાડી આગળ નીકળી જતા તેનો બચાવ થયો હતો. બાદમાં આ કાફલો સાસમ પહોંચ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હુમલાની ઘટના ભાજપ પ્રેરિત હોવાનો જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યા હતા.
જીગ્નેશ ખોટા નાટકો કરે છેઃ સાંસદ કિરીટ સોલંકી
દલિત નેતા જીગ્નેશ મેવાણી પર થયેલા હુમલાના આક્ષેપના પગલે સાંસદ કિરીટ સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જીગ્નેશ પર ભાજપના કોઈ કાર્યકરોએ હુમલો નથી કર્યો. જીગ્નેશ માત્ર જૂઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે. તે વડગામમાંથી ચૂંટણી હારવાના ડરના કારણે આવા ખોટા નાટકો કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર