કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં સવારથી વાતાવરણમાં પલટો, ડીસા પંથકના ખેડૂતો ચિંતિત

કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં સવારથી વાતાવરણમાં પલટો, ડીસા પંથકના ખેડૂતો ચિંતિત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

ખાસ કરીને ડીસા પંથકમાં આ વખતે બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો (Farmers) ચિંતિત બન્યા છે. જો કમોસમી માવઠું થશે તો બટાટા (Potato) અને જીરા (Cumin)ના પાકને નુકસાન થવાની શક્યતા છે. ડીસા પંથક (Deesa region)માં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે.

  ખાસ કરીને ડીસા પંથકમાં આ વખતે બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. ખાસ કરીને હજુ પણ 50 લાખથી પણ વધુ બટાટાના કટટા ખેતરમાં પડ્યા છે. કમોસમી માવઠું થાય તો ખેતરોમાં પડેલા બટાકાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.  આ પણ વાંચો: 'તું વેતા વગરની છો, તારી માએ કઈ શીખવાડ્યું નથી,' રાજકોટમાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ  આ પણ વાંચો: અમદાવાદ: તમારા છોકરા સુખી થશે એવું કહીને ગઠિયો વૃદ્ધાને દુઃખી કરી ગયો!

  બીજી તરફ આ વર્ષે જીરાનું પણ મબલક ઉત્પાદન થયું છે. માર્કેટયાર્ડમાં જીરાની આવક વધી રહી છે, તેવામાં કમોસમી માવઠું થાય તો બટાટા અને જીરાનું વાવેતર કરતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. એક બાજું બટાટાના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને બીજી તરફ કુદરત પણ ખેડૂતોથી રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ખેડૂતો કમોસમી વરસાદ ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

  આ પણ વાંચો: ભાવનગર: યુવકે ધોરણ-12ની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ આચર્યું, 10 તોલા સોનું પણ પડાવી લીધું

  હિટવેવ સાથે કમોસમી વરસાદની આગાહી

  હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 19 અને 20 માર્ચના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે. થન્ડરસ્ટોર્મના કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાંના કેટલાક વિસ્તરમાં 40 કિલોમીટર ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

  બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ ઉતરના પવનો ફૂંકાતાની સાથે મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. આ વર્ષે હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું ઉનાળામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે. સાથે જ હવામાન વિભાગે દરિયા કિનારા વિસ્તારો સોમનાથ, દીવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી પણ આપી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:March 18, 2021, 11:05 am

  ટૉપ ન્યૂઝ