Unity: ગુજરાતના આ ગામમાં કોમી એક્તાની મિસાલ જોવા મળી, મુસ્લિમ ભાઇઓએ મંદિરમાં ખોલ્યા રોજા
Unity: ગુજરાતના આ ગામમાં કોમી એક્તાની મિસાલ જોવા મળી, મુસ્લિમ ભાઇઓએ મંદિરમાં ખોલ્યા રોજા
નાનકડા ડાલવણા ગામમાં વર્ષોથી હિંદુ-મુસ્લિમ સમાજના લોકો એકબીજા સાથે સંપીને ભાઈઓની જેમ રહે છે
નાનકડા ડાલવણા ગામમાં વર્ષોથી હિંદુ-મુસ્લિમ સમાજના લોકો એકબીજા સાથે સંપીને ભાઈઓની જેમ રહે છે જેમાં હિન્દુઓના દિવાળી, હોળી જેવા અનેક તહેવારોમાં મુસ્લિમ ભાઈઓ પણ ભાગ લઈને ખુશીઓ મનાવે છે ત્યારે એવી જ રીતે ગામના હિન્દૂ ભાઈઓ પણ મુસ્લિમ સમાજના દરેક તહેવારોમાં સામેલ થઈને એકબીજાને તહેવારોની બધાઈ આપે છે.
કિશોર તુવર, બનાસકાંઠા : આજના સમયમાં નાતજાતના નામે કોમવાદનું ઝેર રેડાઈને વિવાદો થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા (Banaskantha)ના એક નાનકડા ગામે કોમી એકતા (Communal unity)ની મિસાલ પુરી પાડી ગામના હિન્દૂ સમાજના લોકોએ મુસ્લિમ બિરાદરોને મંદિરમાં રોઝા (Rosa) ખોલાવી ભાઈચારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દેશમાં હાલ કોમવાદનો મુદ્દો ચગાવીને વોટ લેવાની હોડ લાગી છે. જાતિ અને ધર્મના નામે રાજકારણ ખેલાઈ રહ્યું છે તેવામાં બનાસકાંઠાના વડગામ તાલુકાનું નાનકડું ડાલવાણા ગામ કોમી એકતાનું મિસાલ બન્યું છે. હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ગામના હિન્દૂ સમાજના લોકોએ મુસ્લિમ બિરાદરોને ગામના વિરદાદાના મંદિરમાં રોજુ ખોલવાનું આમંત્રણ આપતાં ગામના 100 જેટલા મુસ્લિમ બિરાદરો હિન્દૂ ભાઈઓનું આમંત્રણ સ્વીકારીને પોતાનું રોજુ ખોલવા ગામના વિરદાદા મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં મુસ્લિમ ભાઈઓએ હિન્દૂ ભાઈઓએ લાવેલ ફળ ફળાદી આરોગીને પોતાના રોજા ખોલ્યા હતા તેમજ મંદિરમાં જ નમાઝ અદા કરી હતી.
નાનકડા ડાલવણા ગામમાં વર્ષોથી હિંદુ-મુસ્લિમ સમાજના લોકો એકબીજા સાથે સંપીને ભાઈઓની જેમ રહે છે જેમાં હિન્દુઓના દિવાળી, હોળી જેવા અનેક તહેવારોમાં મુસ્લિમ ભાઈઓ પણ ભાગ લઈને ખુશીઓ મનાવે છે ત્યારે એવી જ રીતે ગામના હિન્દૂ ભાઈઓ પણ મુસ્લિમ સમાજના દરેક તહેવારોમાં સામેલ થઈને એકબીજાને તહેવારોની બધાઈ આપે છે. જેથી વર્ષોથી ગામમાં બંને સમાજો વચ્ચે સંપ અને એકજુટતા જળવાઈ રહી છે. જેથી હિન્દૂ મંદિરમાં જઈને રોજુ ખોલી અને નમાઝ અદા કરીને ગામના મુસ્લિમ ભાઈઓ ગર્વ અનુભવે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર