ધાનેરામાં મતદાન મથક પર મારામારી, ચૂંટણી કર્મચારી પર હુમલો

મારામારીની ઘટના બનતા થોડા સમય માટે મતદાનની પ્રક્રિયા ખોરવાઈ હતી...

મારામારીની ઘટના બનતા થોડા સમય માટે મતદાનની પ્રક્રિયા ખોરવાઈ હતી...

  • Share this:
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ધાનેરામાંથી મતદાન મથક પર મારામારીની ઘટના સામે આવી છે.

ધાનેરાના ચારડા ગામે મતદાન મથક પર મારામારી થયાના સમાચાર મળી રહ્યા છે. મતદાન કરવા આવેલ ગામના એક વ્યક્તિએ ચૂંટણીની ફરજ પરના કર્મચારી પર હુમલો કર્યો છે. જેમાં કર્મચારી ઘાયલ થયો હતો. મારામારીની ઘટના બનતા થોડા સમય માટે મતદાનની પ્રક્રિયા ખોરવાઈ હતી. આખરે મામલો ધાનેરા પોલીસ મથકે પહોંચ્યો છે.

બીજીબાજુ, દાંતીવાડાના વાઘરોલ ગામમાં પણ ગ્રામજનોએ હંગામો કર્યો છે. ગ્રામજનોએ હંગામો કરી આક્ષેપ કર્યો કે, EVMમાં બ્લૂ ટૂથ કનેક્ટ થાય છે. આ મુદ્દે ચૂંટણી અધિકારીને જાણ કરવામાં આવતા, અહીં વોટીંગ બંધ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની 9 બેઠક પર મતદાન શરૂ, જિલ્લાના કુલ મતદાર 21 લાખ 40 હજાર, 303 મતદારો કરશે મતનો ઉપયોગ, 20 થી 39 વર્ષના 11 લાખ 14 હજાર, 796 મતદારો, જિલ્લામાં 100 વર્ષથી વધુ ઉંમરના 281 વડીલ મતદારો કરશે મતદાન, જિલ્લામાં કુલ 2553 મતદાન મથકો પર થશે મતદાન.
First published: