Home /News /north-gujarat /

દાંતામાં ચુંદડીવાળા માતાજીએ કર્યું મતદાન, અન્યોને પણ કરી અપીલ

દાંતામાં ચુંદડીવાળા માતાજીએ કર્યું મતદાન, અન્યોને પણ કરી અપીલ

આજે વહેલી સવારે શરૂ થયેલાં મતદાન 12 વાગ્યા સુધી માં અંદાજે 20 ટકા જેટલું મતદાન દાંતા વિધાનસભા બેઠક પર જોવા મળી રહ્યુ છે. ત્યારે આદીવાસી વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તાર માં પણ મતદાન નું જોશ વધી રહ્યુ છે.

આ ઉપરાંત મહાનુભાવો તેમજ અપંગ લોકો પણ મતદાન કરતાં સવિશેષ નજરે પડ્યાં હતા. અંબાજી માં છેલ્લા 80 વર્ષ થી અન્નજળ વગર જીવતા ચુંદડીવાળા માતાજીએ પણ આજે પોતાના મતાધીકાર નો ઉપયોગ કર્યો હતો.  પ્રાથમિક શાળાનાં બુથ કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. એટલુંજ નહીં ચુંદડીવાળા માતાજી એ પોતાનો મતાધિકાર નો ઉપયોગ કર્યા બાદ અન્ય લોકો ને પણ અપીલ કરી હતી કે મત કોઇ ને પણ આપો પણ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવો જોઇએ.

નોંધનીય છે કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 બેઠકો ઉપર સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બીજા તબક્કાનું મતદાન યોજાયું છે.
First published:

Tags: Assembly election 2017, ElectionWithNews18, Gujarat Election 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन