અંબાજીઃ અમદાવાદના માતાના ભક્ત દ્વારા ફરી અંબાજી મંદિરને 5 કિલો સોનાનું દાન

અંબાજીઃ અમદાવાદના ભક્ત દ્વારા અંબાજી મંદિરને 5 કિલો સોનાનું દાન અપાયું.

  • Share this:
    અંબાજીઃ આજે રામનવમીના પવિત્ર દિવસે અમદાવાદના  માતાના ભક્ત મુકેશ પટેલ દ્વારા ફરી અંબાજી મંદિરને 5 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું છે. અંદાજે રૂપિયા 1.50 કરોડની કિંમતનું સોનું છે, જેનાથી મંદિરના શિખરને સુવર્ણમય બનાવાશે.

    મળતી વધુ વિગત મુજબ, અમદાવાદ ખાતે રહેતા માતાના ભક્ત મુકેશ પટેલ દ્વારા અંદાજે રૂ.1.50 કરોડનું 5 કિલો સોનું અંબાજી મંદિરને દાન આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં લેવામાં આવશે. મુકેશ પટેલે અગાઉ 20 કિલો સોનું દાન આપ્યું હતું અને વધુ 5 કિલો સોનું દાનમાં આપી 25 કિલો સોનું આપવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.
    Published by:Sanjay Joshi
    First published: