અલ્પેશે ગૌશાળા-પાંજરાપોળ મુદ્દે બીજેપી પર કર્યા પ્રહાર, નીતિન પટેલે આપ્યો વળતો જવાબ

 • Share this:
  રાધનપુરના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરએ આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ કરી અને ગાયોના ઘાસચારાથી લઇ અને ગૌચરની જમીન મામલા સહીત અલ્પેશે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. અલ્પેશ હવે સરકાર સામે ગાય બચાવો, ગૌચર બચાવો આંદોલન કરશે. કોંગ્રેસ માં જોડાઈ ગયા હોવા છતાં અલ્પેશ ઠાકોર સેના અને ઓબીસી સંગઠનના બેનર હેઠળ આંદોલન કરશે. જિલ્લાવાર પાંજરાપોળમાં ઘાસચારો આપવાની અલ્પેશે માગ કરી ગૌવંશ દીઠ 15 કિલો ઘાસચારો મળે તેવી માંગ કરી તો તે મામલે આગામી 13 તારીખે તમામ જિલ્લા મથકે કાર્યક્રમ આપવામાં આવશે.

  હવે ટિમ અલ્પેશ કલેક્ટર કચેરી ખાતે ગાયને લઈ જઈ ત્યાં ગાય પૂજા કરવામાં આવશે. સરકાર દ્વારા 144 કલમ લાગુ કરવામાં આવી હતી. કલમ લાગુ મામલે સરકાર માફી માગે તેના માટે કાર્યક્રમ યોજાશે તો આવતી કાલે ઠાકોર સેના, ઓબીસી એકતા મંચ અને કોંગ્રેસના કાર્યકરો ચેતન્ય સંભુ મહારાજના ઘરનો ઘેરાવ કરી ગાયો માટે શું કર્યું તેનો જવાબ માંગશે.

  ગૌ શાળાઓને લઈ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજના નિવાસ સ્થાને અને કલેકટર કચેરીમાં ગૌ માતાને ઘાસ ચારો અને સહાય મળે તે મળે તે માટે કાર્યક્રમ આપવા ની જાહેરાત કરી છે. જેની સામે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગૌશાળાના નામે રાજનીતિ કરી રહ્યું છે. ગૌ માતા જેવા સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી. બીજેપી પહેલેથી જ ગૌ માતા સાથે જોડાયેલી છે.

  કોંગ્રેસના ધારાસભ્યોને કઈં કામ નથી એ સેન્સીટીવ મુદ્દા પર વિરોધ કરી રહ્યા છે. ગુજરાત સરકાર પહેલે થી જ 2 રૂપિયે કિલો ઘાસ આપી રહી છે, પુરના સમયે પણ સરકારે સહાય કરી હતી. જ્યારે સુજલામ સુફલામ બાબતે કોંગ્રેસ ખોટા નિવેદનો કરી રહી છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે તેમના ધારાસભ્યોના વર્ગ લેવા જોઈએ જેથી તેમને સાચી માહિતી મળી શકે.
  Published by:kiran mehta
  First published: