થરાદમાં પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિને 4 વર્ષની કેદ

News18 Gujarati
Updated: February 8, 2019, 4:36 PM IST
થરાદમાં પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિને 4 વર્ષની કેદ

  • Share this:
કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર આ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરે તો બેમાંથી એકને મરવાનો વારો આવે છે. આવી જ ઘટના પાંચ વર્ષ પહેલા બની હતી, જેમાં ઘર કંકાસથી કંટાળી એક પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજથી પાંચ વર્ષ પહેલા થરાદના મેઘપુરા ગામે એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાંસથી કંટાળી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ કેસમાં મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ જેમાં પતિ, સસરા અને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરત શહેરની હદમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહિલાને આપઘાત કરવા સુધી મજબૂર કરવામાં પતિ કસૂરવાર છે, બાદમાં કોર્ટે આરોપી પતિને 4 વર્ષ કેદની સજા અને 7 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તો આ કેસમાં અન્ય આરોપી સસરા અને જેઠાણીને નિર્દોષ છોડી મૂક્યા હતા. સાથે જ કોર્ટે આદેશ કર્યો કે જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ બે માસની સજા ફટકારવામાં આવે છે.
First published: February 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading