પરીક્ષા આપી ઘરે જઈ રહેલા ભાઈ-બહેનને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ મોત

News18 Gujarati
Updated: April 12, 2018, 2:45 PM IST
પરીક્ષા આપી ઘરે જઈ રહેલા ભાઈ-બહેનને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ મોત
News18 Gujarati
Updated: April 12, 2018, 2:45 PM IST
બનાસકાંઠા: ધાનેરામાં ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઈ- બહેન બહેનના કરૂણ મોત નિપજ્યા છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

ઘટનાની વિગત અનુસાર ધાનેરામાં રહેતા ભાઈ-બહેન પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યાં હતા. જે દરમિયાન ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાઈ અને બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલ તો બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: April 12, 2018
વધુ વાંચો
अगली ख़बर