બનાસકાંઠાઃ દિયોદરમાં ગજાનંદ ગૌ શાળામા ઘાસચારો ભરેલી ટ્રક ભડભડ સળગવા લાગી, જુઓ video


Updated: October 31, 2020, 6:22 PM IST
બનાસકાંઠાઃ દિયોદરમાં ગજાનંદ ગૌ શાળામા ઘાસચારો ભરેલી ટ્રક ભડભડ સળગવા લાગી, જુઓ video
આગની તસવીર

દિયોદર ગ્રામ પંચાયતનું ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી આગમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતના (North Gujarat) બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આવેલા દિયોદર (Diyodar) ખાતે આવેલી ગૌશાળામાં (Gaushala) ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ (fire in truck) લાગી ગઈ હતી. બનાવને પગલે (fire Incident) દિયોદર ગ્રામ પંચાયતનું ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી આગમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ ગજાનંદ ગૌ શાળામાં આજે પૂનમના દિવસે ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રકમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામ પંચાયતની ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક લોકોએ પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

જો કે સૂકા ઘાસચારામાં આગ એટલી ભયંકર લાગી હતી. કે જોતજોતામાં આ આગની લપેટમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. પૂનમના દિવસે આગની ઘટના બનતા આજુ બાજુમાંથી લોકો ગૌશાળામાં દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. જો કે આગ લાગવાથી ટ્રકમાં રહેલો ઘાસચારો બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન આવ્યું હતું.

આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતી

બે દિવસ લગાવો થરાદ સાચોર રોડ પર પણ અચાનક ટ્રક ચાલકે બ્રેક મારતા ટ્રકના ટાયર રોડ પર ઘસડાતા આગ લાગી હતી. જેમાં ટ્રકનો પાછળનો ભાગ સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો. આમ બનાસકાંઠા જીલ્લામાં ત્રણ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ ટ્રકમાં આગ લાગવાની  ઘટના બની છે.

આ પણ વાંચોઃ-Good News: ગ્રાહકો WhatsAppથી કરી શકશે LPGનું બુકિંગ, આવી સરળ રીતથી કરો Bookingઆ પણ વાંચોઃ-પતિ જેલમાં હતો ત્યારે પત્નીને અને જેઠ સાથે બંધાયા આડા સંબંધો, જામીન પર છૂટ્યા બાદ કરી ભાઈની હત્યા

ઉલ્લેખનીય છે કે આશરે અઠવાડિયા પહેલા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં ચાર જગ્યાએ આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં બે વાહનોમાં આગ લાગી હતી. જ્યારે એક ભંગારના ગોડાઉનમાં અને એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. ચારેય ઘટનાઓમાં વાહન માલિક અને દુકાન માલિકને 25 લાખથી પણ વધુનું નુકસાન થયું છે.બનાસકાંઠા જિલ્લામાં બે દિવસની અંદર ચાર અલગ અલગ સ્થળે આગની ઘટનાઓ સામે આવી છે. ગઈકાલે પાલનપુર આબુ રોડ હાઇવે પર ખાનગી હોટલ પાસે પાર્ક કરેલી ટ્રકમાં આકસ્મિક આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.
Published by: ankit patel
First published: October 31, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading