Home /News /north-gujarat /બનાસકાંઠા: વ્યાજના પૈસાની લેવડ-દેવડમાં મારામારી, અભુભાઈએ ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

બનાસકાંઠા: વ્યાજના પૈસાની લેવડ-દેવડમાં મારામારી, અભુભાઈએ ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

બંને વચ્ચે વાતચીત દરમિયાન મામલો બિચકતાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ અભુભાઈ ઘાંચીને લાગી આવતા તેમણે પોતાના ઘરમાં જઈને ઝેરી પ્રવાહી દવા ગટગટાવી

બંને વચ્ચે વાતચીત દરમિયાન મામલો બિચકતાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ અભુભાઈ ઘાંચીને લાગી આવતા તેમણે પોતાના ઘરમાં જઈને ઝેરી પ્રવાહી દવા ગટગટાવી

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: રાજ્યના દરેક શહેરમાં વ્યાજખોરોનો આતંક ખુબ વધી રહ્યો હોવાના સમાચાર રોજે-રોજ સામે આવતા હોય છે. લોકડાઉન બાદ અનેક લોકો આર્થિક તંગીથી પરેશાન છે, અને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના બનાસકાંઠાના ડીસાથી સામે આવી રહી છે. જેમાં વ્યાજે પૈસા લીધા બાદ પૈસા પાછા આપી ન શકનાર એક વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસારા, બનાસકાંઠાના ડીસામાં વ્યાજે લીધેલા પચાસ હજાર રૂપિયાની લેવડદેવડ મામલે મારામારી થતાં એક શખ્સે ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ફરિયાદ નોંધાતાં ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    વિગતે ઘટનાની વાત કરીએ તો, ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના બે શખ્સો વચ્ચે પૈસાની લેવડદેવડ મામલે મારામારી થઈ હતી. જેમાં અભુભાઈ ગાંધીએ તેમના જ બિરાદરીના બાબુભાઈ કુરેશી પાસેથી 10 ટકાના વ્યાજે 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જોકે, નાણાં લીધા બાદ તેઓ આર્થિક ભીંસમાં આવી જતા ઉછીના લીધેલા પૈસા પરત આપી શક્યા ન હતાં. જેને પગલે પઠાણી ઉઘરાણી કરવા બાબુભાઈ કુરેશી અભુભાઈના ઘરે આવી પહોચ્યા હતા અને પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

    આ પણ વાંચો - બનાસકાંઠા: ઈન્ચાર્જ મહિલા RTO અધિકારીની દિવાળી બગડી, વચોટીયો 83,200ની લાંચ લેતા ઝડપાયો

    આ સમયે બંને વચ્ચે વાતચીત દરમિયાન મામલો બિચકતાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ અભુભાઈ ઘાંચીને લાગી આવતા તેમણે પોતાના ઘરમાં જઈને ઝેરી પ્રવાહી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનાની જાણ થતાં જ તેમની પત્ની અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત અભુભાઈને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

    બનાસકાંઠા: પાલનપુરમાં 22 વર્ષિય પરિણીતાએ ઘરમાં જ ફાંસી લગાવી આપઘાત કરતા ચકચાર

    આ પણ વાંચો - બનાસકાંઠા: પાલનપુરમાં 22 વર્ષિય પરિણીતાએ ઘરમાં જ ફાંસી લગાવી આપઘાત કરતા ચકચાર

    આ ઘટના અંગેની જાણ થતા આજે ડીસા દક્ષિણ પોલીસ પણ હોસ્પિટલમાં જઇ અસરગ્રસ્ત અભુભાઈ પાસે પહોંચી ગઈ હતી, અહીં અભુભાઈએ પોલીસને નિવેદન આપતા કહ્યું કે, પૈસાની ઉઘરાણી માટે ઘરે આવી મારામારી કરતા તેમણે કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરી હતી, તેમજ મારામારી કરનાર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    First published:

    विज्ञापन