બનાસકાંઠાઃ કરબૂણ ગામની શ્રીરામ ગૌશાળામાં વીજ લાઈનના કારણે લાગી ભિષણ આગ, જુઓ આગનો live video

બનાસકાંઠાઃ કરબૂણ ગામની શ્રીરામ ગૌશાળામાં વીજ લાઈનના કારણે લાગી ભિષણ આગ, જુઓ આગનો live video
આગની તસવીર

ગૌશાળામાં ગોડાઉન પાસેથી પસાર થતી વીજ લાઈનના કારણે અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં આવેલા બનસાકાંઠાના (Banaskantha) કરબૂણ ગામે ગૌશાળામાં (karabun village gaushala) આગ લાગતા (fire incident) અફડાતફડી સર્જાઈ હતી. અચાનક લાગેલી આગમાં 1500 જેટલા ઘાસના પૂળા પડી જતા ગૌશાળાને અંદાજે પાંચ લાખનું નુકસાન થયું છે.

  મળતી માહિતી પ્રમાણે થરાદના કરબૂણ ગામે આવેલ શ્રીરામ ગૌશાળામાં આજે મોડી સાંજે અચાનક આગ ની ઘટના બની હતી. ગૌશાળામાં ગોડાઉન પાસેથી પસાર થતી વીજ લાઈનના કારણે અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.  પરંતુ ત્યાં સુધીમાં તો ગોડાઉનમાં પડેલા 1500 જેટલા ઘાસના પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ની ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે 1500 જેટલાં ઘાસ ના પુરા બળી જતા અંદાજે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ Diwaliના તહેવારો પૂર્વે જ ચાંદીમાં રૂ.2500નો તોતિંક કડાકો, જાણો Gold-Silverના નવા ભાવ

  બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ ગજાનંદ ગૌ શાળામાં આજે પૂનમના દિવસે ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રકમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામ પંચાયતની ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક લોકોએ પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

  આ પણ વાંચોઃ-Diwali 2020: ચપટી વગાડતા જ ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ વસ્તુઓ ગરોળીને નથી ગમતી

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

  જો કે સૂકા ઘાસચારામાં આગ એટલી ભયંકર લાગી હતી. કે જોતજોતામાં આ આગની લપેટમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. પૂનમના દિવસે આગની ઘટના બનતા આજુ બાજુમાંથી લોકો ગૌશાળામાં દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. જો કે આગ લાગવાથી ટ્રકમાં રહેલો ઘાસચારો બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન આવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે આશરે ગત મહિને પહેલા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં ચાર જગ્યાએ આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં બે વાહનોમાં આગ લાગી હતી. જ્યારે એક ભંગારના ગોડાઉનમાં અને એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. ચારેય ઘટનાઓમાં વાહન માલિક અને દુકાન માલિકને 25 લાખથી પણ વધુનું નુકસાન થયું છે.
  Published by:ankit patel
  First published:November 07, 2020, 20:43 pm

  ટૉપ ન્યૂઝ