Video: બનાસકાંઠામાં જોવા મળ્યો દુર્લભ નજારો, ભાગ્યે જ જોવા મળે આવો વંટોળીયો

News18 Gujarati
Updated: March 17, 2020, 8:52 PM IST
Video: બનાસકાંઠામાં જોવા મળ્યો દુર્લભ નજારો, ભાગ્યે જ જોવા મળે આવો વંટોળીયો
બનાસકાંઠામાં 60 ફૂટ ઊંચી ધૂળની ડમરી ઉડી

મેઈન હાઈવે પર ધૂળની 60 ફૂટ ઊંચી ડમરી જોવા મળતા લોકો ટોળે ટોળા ભેગા થઈ ગયા

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં વંટોળનો એક અદભૂત નજારો જોવા મળ્યો. મેઈન હાઈવે પર ભારે પવન સાથે વંટોળીયો ફેલાતા લોકો આંખ ચોળતા થઈ ગયા હતા. ભર ઉનાળે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, આ સમયે વંટોળીયાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર પાલનપુર નજીક આવેલા કાણોદર ગામ બહાર હાઈવે પર ભારે પવન સાથે વંટોળીઓ સર્જાયો હતો. ધૂળની એક ડમરીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ અને થોડી જ ક્ષણમાં 60 ફૂટ ઊંચી ડમરી ઉડી.

મેઈન હાઈવે પર ધૂળની 60 ફૂટ ઊંચી ડમરી જોવા મળતા લોકો ટોળે ટોળા ભેગા થઈ ગયા અને પોતાના મોબાઈલમાં આ અદભૂત નજારાનો વીડિયો ઉતારવા લાગ્યા. કુદરતની આ કરામત ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે બનાસકાંઠામાં ધૂળની ડમરીઓ જોઈ લોકો દંગ રહી ગયા હતા.



તમને જણાવી દઈએ કે, છેલ્લા એક અઠવાડીયાથી બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જિલ્લામાં દિવસે અને રાત્રે ઠંડી તો બપોરે ગરમી સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આજે પમ વાદળછાયું વાતાવરણ હતું અને ભારે પવન સાથે 60 ફૂટની ઊંચી ધૂળની ડમરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
First published: March 17, 2020
વધુ વાંચો
अगली ख़बर