બનાસકાંઠાઃ મળવા આવેલા 8 સંબંધીઓને ફૂડ પોઇઝનિંગની અસર

News18 Gujarati
Updated: August 1, 2019, 5:50 PM IST
બનાસકાંઠાઃ મળવા આવેલા 8 સંબંધીઓને ફૂડ પોઇઝનિંગની અસર
હોસ્પિટલમાં દાખલ થયેલા સંબંધીઓ

માનપુર ગામમાં રહેતા વાઘેલા પરિવારને અમદાવાદથી તેમના સંબંધીઓને મળવા માટે આવ્યા હતા.

  • Share this:
આનંદ જયસ્વાલઃ બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના માનપુર ગામે આઠ લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. હાલમાં તમામ અસરગ્રસ્તોને સારવાર માટે શિહોરી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માનપુર ગામે સંબંધીઓને મળવા આવેલા 8 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. માનપુર ગામમાં રહેતા વાઘેલા પરિવારને અમદાવાદથી તેમના સંબંધીઓને મળવા માટે આવ્યા હતા.

તમામ લોકોએ બપોરના સમયે સાથે બેસી દાળ, ભાત, શાક અને રોટલીનું ભોજન લીધું હતું. પરંતુ મળવા આવેલા આઠ લોકોને ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા ઊલટી શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-બનાસકાંઠામાં 5 ચેકપોસ્ટ અને મુખ્ય કચેરીમાં 29 અધિકારીઓ બદલાયા

જોકે તાત્કાલિક તમામ અસરગ્રસ્તોને સારવાર માટે શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરતા હાલમાં તમામ અસરગ્રસ્તોની તબિયત સુધારા પર છે.
First published: August 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...