ડીસા : શરમજનક ઘટના! 30 વર્ષના યુવકે 60 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ, ચાકુની અણીએ લૂંટી ઇજ્જત

પ્રતિકાત્મક તસવીર

60 વર્ષના વૃદ્ધાની યુવકે ચાકુની અણીએ આંબરૂ લૂંટતા પોલીસ ફરિયાદ, પહેલી વાર નિષ્ફળતા જતા રાતના અંધારામાં આવી આબરૂં લૂંટી

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : રાજ્યમાં દિનપ્રતિદિન ઘટી રહેલા બળાત્કારના કારણે સમાજ શર્મશાર થઈ રહેલો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અતિ શર્મજનક ઘટના સામે આવી છે.  અહીંયા માનવતા અને સમાજના તાણાવાણાને હચમચાવી નાંખતી દુષ્કર્મની ફરિયાદના પગલે પોલીસ પણ ચોંકી ઉઠી છે. બનાસકાંઠા ડીસા તાલુકાના એક ગામમાં 60 વર્ષની વૃદ્ધા પર એક 30 વર્ષના યુવકે ચાકુની અણીએ બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી અને યુવકે મહિલાની આંબરૂ લૂંટતા સમગ્ર પરિવાર શોકમાં આવી ગયો છે. અંતે મહિલાએ હિમ્મત કરીને હકીકત પોતાના દીકરાઓને કહેતા મામલો પોલીસ મથકે આવ્યો છે.

  ડીસા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદમાં  મુજબ 60 વર્ષના વૃદ્ધ મહિલાનો એક 30 વર્ષના યુવકે બળાત્કાર કર્યો છે. બનાવની વિગતો મુજબ મહિલા અને તેમના પતિ ખેતરે ગયા હતા. મહિલાના પતિને આંખે દેખાતું ન હોવાથી તે રાત્રે સરખું જોઈ શકતા નથી. તે દરમિયાન ધખુભાનામનો એક યુવકે મહિલાને તમારો દરવાજો ખુલ્લો રહી ગયો છે તેમ કહીને આવ્યો હતો અને મહિલા બથ ભરી લીધી હતી ત્યારે વૃદ્ધાએ બૂમાબૂમ કરતા તે જતો રહ્યો હતો.

  આ પણ વાંચો : Gold Price Today : રાષ્ટ્રીય-વાયદા બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો, લગ્નસરા વચ્ચે ઘટ્યા 1200 રૂ.નો ઘટાડો

  દરમિયાન મહિલાએ આ ઘટનાની જાણ તેમના પુત્રોને કરતા રાત હોવાથી સવારે ફરિયાદ કરવા જવાનું નક્કી કર્યુ હતું. દરમિયાનમાં રાત્રિના અંધકારમાં આ યુવક ફરી આવ્યો હતો અને મહિલાને છરી બતાવી અને ઓરડીમાં લઈ ગયો હતો. ઓરડીમાં તેણે ચાકુની અણીએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ મહિલાએ બૂમાબૂમ કરતા આડોસ પાડોશના લોકો આવી ગયા હતા અને ત્યારબાદ મહિલાએ પોતાના પુત્રને બોલાવી અને જાણ કરી હતી.

  વૃદ્ધાની ફરિયાદ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે, તેમની આપવિતી સાંભળીને ડીસા ગ્રામ્ય પોલીસ મથકમાં મહિલાની ફરિયાદના આધારે 30 વર્ષીય યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના અહેવાલ મુજબ યુવકને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

  આ પણ વાંચો :  સુરત : માસીના ઘરે રોકાવા ગયેલી સગીરાની માસાએ છેડતી કરી! ઉંઘમાં કર્યા અડપલાં

  જોકે, એક નાનકડાં ગામમાં માની ઉંમરની વૃદ્ધા સાથે દીકરાની ઉંમરના યુવકે આ પ્રકારનું પાશવી કૃત્ય રકરતા સંબંધો અને સમાજ શર્મશાર થયો છે. પરિવાર દ્વારા આરોપીને કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે પોલીસે પણ આ સંવેદનશીલ કેસની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
  Published by:Jay Mishra
  First published: