બનાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયના માર્યા ઘર બહાર દોડી આવ્યા

News18 Gujarati
Updated: February 6, 2019, 11:44 PM IST
બનાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયના માર્યા ઘર બહાર દોડી આવ્યા
પ્રતિકાત્મક તસવીર

ભૂકંપનું કેન્દ્ર બીંદુ ડીસાથી 30 કિમી દુર બતાવવામાં આવી રહ્યું છે. મંગળવાર રાત્રે 11.9 મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયો

  • Share this:
બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક મોડી રાત્રે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. જેને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બીંદુ ડીસાથી 30 કિમી દુર બતાવવામાં આવી રહ્યું છે. મંગળવાર રાત્રે 11.9 મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘરની બહાર દોડી આવ્યા.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે મંગળવારે દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હુિંદુકુશ પર્વત પાસે બતાવવામાં આવ્યું હતું. રિક્ટર સ્કેલ પર 5.6 ની તીવ્રતા નોંધાઈ હતી. અહીં પણ પૂરી રાજધાનીમાં ભૂકંપને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ પહેલા ડિસેમ્બરમાં પણ બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાલનપુરથી 137 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.
First published: February 6, 2019, 11:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading