કોરોના મહામારીમાં બનાસકાંઠાના ચાંદરવા ગામે 24 પશુઓના મોતથી પશુપાલકોમાં ફફડાટ!

કોરોના મહામારીમાં બનાસકાંઠાના ચાંદરવા ગામે 24 પશુઓના મોતથી પશુપાલકોમાં ફફડાટ!
ઘટના સ્થળની તસવીર

ચંદરવા ગામે રહેતા રામજીભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના વાડામાં 35 જેટલા પશુઓ બાંધેલા હતા. જે પૈકી 24 પશુઓના મોત થતાં પશુપાલક ઉપર આભ તૂટી પડ્યું હતું.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોના મહામારીના (corona pandemic) સમયમાં બનાસકાંઠાના (banaskantha) સરહદી વિસ્તાર ચાંદરવા ગામમાં (chandarva village) પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ખોરાકી ઝેરની (Food poisoning) અસરથી 24 ગાયોના મોત થતા પશુપાલકને (Pastoralist) લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

  વાવ તાલુકાના ચાંદરવા ગામે ખોરાકી ઝેરની અસર થાય 24 ગાયોના મોત થયા છે. જેમાં ચંદરવા ગામે રહેતા રામજીભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જે દરમિયાન આજે તેમના વાડામાં 35 જેટલા પશુઓ બાંધેલા હતા.  તેઓએ ચારો કરાવ્યા બાદ અચાનક ખોરાકી ઝેરની અસર થતા એક પછી એક તમામ ગાયો જમીન પર પડવા લાગી હતી ઘટનાની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો અને વેટરનરી વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક સારવાર શરૂ કરતાં 10 જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.

  આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

  આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

  પરંતુ ખોરાકી ઝેરની તીવ્ર અસરના કારણે 24 ગાયોના કરૂણ મોત નિપજ્યા છે બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.  જ્યારે પશુપાલન પર નિર્ભર એવા રામજીભાઈ રબારીને આવી કોરોના મહામારીના સમયમાં 24 પશુઓના મોતથી લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે પશુપાલક રામજી રબારીએ જણાવ્યું હતું કે તેઓ પશુઓને ચારો કરાવવા ગામ તરફ જતા હતા રસ્તામાં ઝેરી ચારો ખાઈ જતા 24 પશુઓના મોત થયા છે.
  Published by:ankit patel
  First published:May 06, 2021, 15:36 pm

  ટૉપ ન્યૂઝ