Home /News /north-gujarat /બનાસકાંઠા માટે ફાળવાયેલો ઑક્સિજનનો જથ્થો બારોબાર ડાયવર્ટ થઈ ગયો, 1,000 કોરોના દર્દીઓનાં જીવ પર જોખમ

બનાસકાંઠા માટે ફાળવાયેલો ઑક્સિજનનો જથ્થો બારોબાર ડાયવર્ટ થઈ ગયો, 1,000 કોરોના દર્દીઓનાં જીવ પર જોખમ

પ્રતીકાત્મક તસવીર.

બનાસકાંઠા જિલ્લાની હૉસ્પિટલોમાં અંદાજિત એક હજારથી પણ વધુ દર્દીઓ ઓક્સિજન પર છે. ચાર વાગ્યા સુધીમાં ઑક્સિજન ખલાસ થઇ જાય તો એક હજાર લોકોનાં જીવ દાવ પર લાગી શકે તેમ છે.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી (Corona pandemic)નો સમય ચાલી રહ્યો છે. એવામાં સૌથી વધુ અછત ઑક્સિજન (Oxygen shortage)ની વર્તાઈ રહી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં માટે ફાળવવામાં આવેલો ઑક્સિજનનો જથ્થો બારોબાર અમદાવાદ (Ahmedabad) ડાયવર્ટ થઈ જતાં સ્થાનિક તંત્ર અને ડીસાના ધારાસભ્ય લાલઘૂમ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે હાલ દેશના અનેક રાજ્યોમાં ઑક્સિજનની અછત સર્જાઈ છે. એવામાં અનેક રાજ્યમાંથી ઑક્સિજનના અભાવે કોરોના દર્દીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. રાજ્યની વિવિધ હૉસ્પિટલોમાંથી પણ આવા સમાચાર પ્રાપ્ત થયા છે.

    હાલ કોરોના મહામારીમાં સૌથી વધુ ઑક્સિજનની અછત સર્જાતા અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. બનાસકાંઠા હોય કે અન્ય કોઈ જિલ્લો, તમામ જિલ્લાની હૉસ્પિટલોમાં ઑક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે. સમયસર ઑક્સિજન ન મળવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં રોજના 100થી પણ વધુ મોત થઈ રહ્યા છે. એવા સમયે ગઈકાલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા બનાસકાંઠા જિલ્લા માટે 14 ટન ઑક્સિજન ફાળવાયો હતો.

    આ પણ વાંચો: દાદા-દાદી અને પિતા બન્યાં હેવાન, દીકરીને બેરહમીથી ફટકારી, ત્રણેયની ધરપકડ

    જે પ્રમાણે આજે વહેલી સવારે ભરૂચથી જીએનએફસીના ટેન્કર દ્વારા ઑક્સિજનનો જથ્થો બનાસકાંઠા આવવા માટે રવાના થયો હતો. જોકે, રસ્તામાં જ અમદાવાદ માટે આ ઑક્સિજનનો જથ્થો ડાયવર્ટ થઈ જતાં ડીસાના ધારાસભ્ય અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે ચાર વાગ્યા સુધી ચાલે એટલે જ ઑક્સિજનનો જથ્થો છે. ચાર વાગ્યા સુધીમાં ઑક્સિજનનો જથ્થો બનાસકાંઠા નહીં પહોંચે તો મોટી મુસિબત સર્જાઈ શકે છે.

    આ પણ વાંચો: રાજકોટ: શાકભાજીની લારીવાળા અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી, જુઓ મારામારીનો Live Video
    " isDesktop="true" id="1092065" >

    આ પણ વાંચો: મિત્ર હોય તો આવો! મિત્ર માટે 1,400 કિલોમીટર કાર ચલાવીને ઑક્સિજન સિલિન્ડર લઈને પહોંચ્યો

    અત્યારે બનાસકાંઠા જિલ્લાની હૉસ્પિટલોમાં અંદાજિત એક હજારથી પણ વધુ દર્દીઓ ઓક્સિજન પર છે. ચાર વાગ્યા સુધીમાં ઑક્સિજન ખલાસ થઇ જાય તો એક હજાર લોકોનાં જીવ દાવ પર લાગી શકે તેમ છે. આવી સ્થિતિમાં જિલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગ અને ડીસાના ધારાસભ્ય ઑક્સિજનનો જથ્થો મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, Corona Pandemic, Coronavirus, COVID-19, Oxygen, અમદાવાદ, હોસ્પિટલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन