બનાસકાંઠાઃ છાપીમાંથી 108 એમ્બ્યુલન્સની ચોરી, GPSનું છેલ્લું લોકેશન જગાણા મળ્યું

News18 Gujarati
Updated: February 10, 2019, 2:32 PM IST
બનાસકાંઠાઃ છાપીમાંથી 108 એમ્બ્યુલન્સની ચોરી, GPSનું છેલ્લું લોકેશન જગાણા મળ્યું
પ્રતિકાત્મકમ તસવીર

બનાસકાંઠા જિલ્લાના છાપીમાંથી શનિવારે રાત્રીના સમયે 108 એમ્બ્યુલન્સને કોઇ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા

સામાન્ય રીતે આપણે રોડ કે પાર્ક કરેલા વાહનોની ચોરી થયાની ઘટનાઓ અંગે સાંભળ્યું હશે. પરંતુ લોકોને જીવનદાન આપતી ગુજરાત સરકારની મફત સેવા એવી 108 એમ્બ્યુલન્સની ચોરી થઇ હોવાની ઘટના આપણે નહીં સાંભળી હોય. જોકે, બનાસકાંઠામાં છાપીમાંથી 108 એમ્બ્યુલન્સની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.

સરકારી વાહનની ચોરી થતાં જ અધિકારીઓ દોડતા થઇ ગયા છે. 108 એમ્બ્યુલન્સમાં લગાવાયેલાના GPSનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવ્યું છે. 108 એમ્બ્યુલન્સના લોકેશનના આધારે અધિકારીઓ સ્થળ ઉપર તપાસ માટે રવાના થયા છે.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા પાલનપુર નેશનલ હાઇવે ઉપર આવેલા બનાસકાંઠા જિલ્લાના છાપીમાંથી શનિવારે રાત્રીના સમયે 108 એમ્બ્યુલન્સને કોઇ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો હતો. આ અંગે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ તી. સાથે સાથે 108ના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કાર અકસ્માતમાં ચાર યુવકોના મોત, આજે બહેનના લગ્ન પહેલા ભાઇની ચીરવિદાય

પોલીસ અને અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સમાં લગાવેલા GPS સિસ્યમને ટ્રેસ કરીને એમ્બ્યુલન્સનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અધિકારીઓ GPS ટ્રેસ કરતા 108નું છેલ્લું લોકેશન છાપી પાસે આવેલા જાણવા મળ્યું હતું. આ સાથે જ અધિકારીઓ લોકેસનની જગ્યાએ જવા રવાના થયા હતા.આ પણ વાંચોઃ-સુરતઃ જાનૈયાઓના વાહનો કોઇપણ સમયે શહેરમાં પ્રવેશી શકશે, આટલું રાખવું પડશે ધ્યાન

આમ રાત્રીના સમયે ચોરી થતા અધિકારીઓ અને તંત્ર દોડતું થયું હતું. 108ના અધિકારીઓએ ફરિયાદ નોંધાવાની પણ તજવીજ હાથધરી હોવાનું સુત્રો જમાવી રહ્યા છે.
First published: February 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading