Home /News /north-gujarat /ઊંઝા નગરપાલિકાનાં મહિલા નગરસેવક પર હુમલો, લગાવ્યા સનસનીખેજ આરોપ

ઊંઝા નગરપાલિકાનાં મહિલા નગરસેવક પર હુમલો, લગાવ્યા સનસનીખેજ આરોપ

કામિનીબેન સોલંકી

Mahesana News: કામિનીબેન સોલંકીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં દૂધ કમિટિના ચેરમેનના પતિ સહિત ચાર લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા: ઊંઝા નગરપાલિકાનાં મહિલા નગરસેવક કામિનીબેન સોલંકી (Kaminiben Solanki) ઉપર હુમલો થયો છે. જે અંગે કામિનીબેન સોલંકીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં (Unjha Police station) દૂધ કમિટિના ચેરમેનના પતિ સહિત ચાર લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

કામિનીબેનના જણાવ્યા પ્રમાણે, મારી સાથે જોડાયેલા વોર્ડ નંબર આઠના પટેલ પ્રયિંકાબેન જતીનકુમાર એલઆરનો મને ફોન આવ્યો હતો અને તેમના ઘરે બે મિનિટ વાત કરવા માટે બોલાવી હતી. ચંદ્રનગર, વિસનગર ચોકડી પાસે હું તેમના ઘરે ગઇ હતી. જ્યાં તેમના મમ્મી અને પપ્પા પણ હતા.

આ સાથે તેમણે જણાવ્યુ કે, તેઓએ મને જાતીવિષયક શબ્દો કહીને માર માર્યો હતો. તું અમારી વિરુદ્ધ અરજી કરે છે અને તારું નામ કરવા માંગે છે. મને એ લોકોએ આશરે અડધો કલાક સુધી મારઝૂડ કરી હતી. તે લોકોએ દરવાજો પણ બંધ કરી દીધો હતો. જે બાદ બહારથી તેમના દિયર ભાવિનભાઇ, જે ભાજપના કાર્યકર્તા છે. તેમણે મને બચાવી અને દરવાજો ખોલાવ્યો હતો.



પટેલ ઇરિકા મહેન્દ્રભાઇ, પટેલ જતીન કાંતિ થોમસન, પટેલ કાંતિ થોમસન અને પટેલ ધવલ મહેનદ્રભાઇએ મને માર માર્યો હતો. જેથી આ લોકો સામે એટ્રોસિટીનો કેસ કર્યો છે. હું હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું.
First published:

Tags: ગુજરાત, મહેસાણા