અરવલ્લીઃ ધો-૧૦ના ૧૮૮ વિદ્યાર્થીના પરિણામ અટકાવાયા,ઓએમઆર અને થીયરીમાં ગુણોની વિસંગતા

News18 Gujarati | Pradesh18
Updated: July 1, 2016, 2:26 PM IST
અરવલ્લીઃ ધો-૧૦ના ૧૮૮ વિદ્યાર્થીના પરિણામ અટકાવાયા,ઓએમઆર અને થીયરીમાં ગુણોની વિસંગતા
મોડાસાઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૬ માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાની ચોયલા હાઈસ્કુલના ૧૮૮ વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડ દ્વારા અટકાવતા ૧૮૮ વિદ્યાર્થીના ભાવી અંધકારમય બન્યા છે.

  • Pradesh18
  • Last Updated: July 1, 2016, 2:26 PM IST
  • Share this:
મોડાસાઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૬ માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાની ચોયલા હાઈસ્કુલના ૧૮૮ વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડ દ્વારા અટકાવતા ૧૮૮ વિદ્યાર્થીના ભાવી અંધકારમય બન્યા છે.

બાયડ તાલુકાના ચોયલા ખાતે આવેલ હાઈસ્કુલ માં ગત માર્ચ-૨૦૧૬ માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષા બાદ ૧૮૮ વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડ દ્વારા અટકાવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ વિદ્યાર્થીને ઓએમઆર માં ૫૦માંથી ૪૮ માર્ક હતા જયારે થીયરીમાં ૭ કે ૮ માર્ક્સ હતા. ત્યારે એક જ વિષયમાં વૈકલ્પિક વિભાગમાં સ્કોરિંગ માર્ક જયારે થીયરીમાં વિદ્યાર્થી ફેલ થતા ખુબ વિસંગતતા જોવા મળી હતી.

પરિણામે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ અટકાવતા હાલ આ તમામ ૧૮૮ વિદ્યાર્થીઓના ભાવી અંધકારમય બની ગયા છે. શાળામાં પરીક્ષા વખતે સીસીટીવી કેમેરા લગાવી બોર્ડના નીતિ નિયમ મુજબ પરીક્ષાઓ લેવામાં આવી હોવાનું શિક્ષક ગણ જણાવી રહ્યા છે ત્યારે શિક્ષણ તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે.જોકે બોર્ડ દ્વારા આ તમામ વિદ્યાર્થીને રૂબરૂ હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે આવનારા સમય માં બોર્ડ આ વિદ્યાર્થીઓ માટે શું નિર્ણય લેછે તે જોવું રહ્યું.

First published: July 1, 2016, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading