હવે મોડાસાના ઈટાડી ગામે બળિયાદેવની શોભાયાત્રા નીકળી, Video Viral થતા 10 લોકો સામે ગુનો દાખલ

હવે મોડાસાના ઈટાડી ગામે બળિયાદેવની શોભાયાત્રા નીકળી, Video Viral થતા 10 લોકો સામે ગુનો દાખલ
મોડાસાના ઈટાડી ગામે નીકળી બળિયાદેવ બાપજીની શોભાયાત્રા કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ દાખલ તયો ગુમનો

બેન્ડવાળા સહિત ગામના 10 આગેવાનો સામે મોડાસા રૂરલ પોલીસમાં ગુનો દાખલ, જુઓ વાયરલ થયેલો વીડિયો

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા (Modasa) પાસે આવેલા ઈટાડી (Itadi) ગામે ગઈકાલે બળિયાદેવની (Baliyadev Procession) શોભા યાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પુરૂષો, મહિલાઓ અને બાળકો જોડાયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. આ મામલે મોડાસા રૂરલ પોલીસે (Modasa Police) વીડિયોની ખરાઈ કરી અને અને 10 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.

  બનાવની વિગતો એવી છે કે થોડા દિવસો પહેલાં અમદાવાદના સાણંદ અને ચાંગોદરમાં આ પ્રકારની શોભાયાત્રા નીકળી હતી જેનો ભરપૂર વિરોધ થયો હતો. લોકોની શ્રદ્ધા અને ભક્તિ સામે કોઈ વિરોધ નહોતો પરંતુ કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે જ્યારે લોકોને ઘરમાં રહેવું અને ટોળે ન વળવું એવું સૂચન હોય ત્યારે કાયદાની વિપરીત જઈને મંજૂરી વગર આટલી મોટી સંખ્યામાં એકઠા થવાથી સંક્રમણનું જોખમ પ્રસરાવવાની શક્યતા જોવાઈ રહી છે.  આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

  આ પણ વાંચો : સુરત : 'મને મરવું છે મારો હાથ છોડી દો,' તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલા યુવકનો ફોટો જર્નાલિસ્ટે જીવ બચાવ્યો

  દરમિયાન આ ઘટનાના પડઘા શાંત નહોતા પડ્યા ત્યા હવે મોડાસાના ઈટાડી ગામે વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈટાડીના ગ્રામજનો કેવી રીતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. સાથે બનાવની વિગતો મુજબ એવી હકિકત બહાર આવી છે કે આ શોભાયાત્રામાં જળ ભરીને બહેનો માથે ઘડા લઈને નીકળી હતી.  ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે બળિયાદેવને જળાભિષેક કરવાથી કોરોનાનો પ્રકોપ શાંત પડશે. સાણંદના કિસ્સામાં પણ આ હકિકત સરપંચે પોલીસને જણાવી હતી કે ગામના ભૂવાજીએ કહ્યું કે બળિયાદેવ બાપજીને પાણી ચઢાવી શાંત કરો તો કોરોનાનો પ્રકોપ ઓછો થાય.

  આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

  આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

  મોડાસા રૂરલ પોલીસે આ કેસમાં ભીખાભાઈ મકવાણા, કરણસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, રણજીત પરમાર, મુકશ મકવાણા, કાળુસિંહ પરમાર, સુરેશ ચૌહાણ, જસવંત મકવાણા, સંજય મકવાણા, ભીખાભાઈ રાવળ સામે ગુનો દાખલ થયો છે.
  Published by:Jay Mishra
  First published:May 10, 2021, 16:53 pm

  ટૉપ ન્યૂઝ