શાકભાજીના ભાવ તળીયે, ખેડૂતોને મજૂરીનો ખર્ચ મેળવવાના પણ ફાંફા

એક કિલો શાકભાજીનો ભાવ મહિના પહેલા 10 થી 20 રૂપિયા બોલાતો હતો. એ જ શાકભાજીનો ભાવ હાલમાં ૧ થી 4 રૂપિયે પહોંચી ગયો...

એક કિલો શાકભાજીનો ભાવ મહિના પહેલા 10 થી 20 રૂપિયા બોલાતો હતો. એ જ શાકભાજીનો ભાવ હાલમાં ૧ થી 4 રૂપિયે પહોંચી ગયો...

  • Share this:
શાકભાજીની ઋતુ ગણાતા શિયાળામાં પણ હવે શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોને ઠંડીમાં પણ પરસેવો પડે એવો ઘાટ સર્જાયો છે. શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મજૂરીનો ખર્ચ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.

શિયાળાની ઋતુમાં માર્કેટમાં વિવિધ લીલી શાકભાજીની તેજી જોવા મળે. જોકે શાકભાજીની આ તેજી ખેડૂતોને માથે મંદીનું મોજું ફેરવી રહી છે. કારણ કે, ચાલુ સીઝનમાં શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતુ, અને એમાં પણ ઉત્પાદન સારું રહ્યુ હતુ. જોકે જે એક કિલો શાકભાજીનો ભાવ મહિના પહેલા 10 થી 20 રૂપિયા બોલાતો હતો. એ જ શાકભાજીનો ભાવ હાલમાં ૧ થી 4 રૂપિયે પહોંચી ગયો છે. જેને લઈને માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરવા આવનાર ખેડૂતોને મોટું નુકશાન જઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોએ માર્કેટમાં શાકભાજી લાવવાનું પણ ટાળ્યુ છે. કારણ કે મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ખેડૂતોને પોસાઈ રહ્યો નથી.

જો ટામેટાની વાત કરવામાં આવે તો, ટામેટાની લાલાશ ફીકી પડી છે. હિંમતનગરના ખેડૂતોએ 24 જાન્યુઆરીએ ટામેટાના ભાવ ન મળતા કેટલોય ટામેટાનો જથ્થો પશુઓને ખવડાવી દેવામાં આવ્યો હતો. શાકભાજી માર્કેટમાં સરકારનું કોઈ નિયંત્રણ નથી હોતુ અને વેચાણ માટે કોઈ વ્યવસ્થા પણ નથી કરવામાં આવતી. જેને લઈને શાકભાજી ઉત્પન્ન કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે.

શાકભાજીના ઉત્પાદન બાદ ખેડૂતોને જો તેના ભાવ નહીં મળે અને તેમને ખર્ચો નહીં પરવડે તો, કદાચ એક સમયે ખેડૂતો શાકભાજીનું વાવેતર ન કરે તેવી ભીતી પણ સેવાઈ રહી છે.
Published by:kiran mehta
First published: