અરવલ્લી : મોડી રાત્રે ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયાં, બેનાં મોત

News18 Gujarati
Updated: August 16, 2019, 8:30 AM IST
અરવલ્લી : મોડી રાત્રે ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયાં, બેનાં મોત
ટ્રક ટેમ્પો વચ્ચે અકસ્માત

ટ્ર્ક સાથે જોરદાર ટક્કર બાદ ટેમ્પોની કેબિન કચડાઈ ગઈ હતી, ટેમ્પોમાં સવાર બે વ્યક્તિનાં મોત થઈ ગયા.

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : મોડાસા તાલુકામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ટ્રક અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.

બનાવની વિગતો જોઈએ તો મોડાસા તાલુકાના હજીરા વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોમાં સવાર બે લોકોનાં મોત થઈ ગયા હતા. આ અકસ્માત પવન ઓટો સામે સર્જાયો હતો.

આ મામલે મોડાસા ટાઉન પોલીસે બનાવની નોંધ કરીને તપાસ આદરી છે. ટ્ર્ક સાથે અકસ્માત બાદ ટેમ્પોની કેબિન કચડાઈ ગઈ હતી.આ પણ વાંચો :  આગાહી! 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

જિલ્લામાં 24 કલાક દરમિયાન વરસાદછેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. શુક્રવારે સવારે ફરીથી જિલ્લામાં વરસાદ શરૂ થયો તહો. છેલ્લા 24 કલાક દરમિયાન મોડાસા અને ભિલોડામાં સૌથી વધારે ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માલપુર અને મેઘરજમાં અઢી ઇંચ તો ધનસુરા અને બાયડમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો. શુક્રવારે સવારે મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर