ખંભીસર વરઘોડા વિવાદ મામલે બે લોકોની ધરપકડ કરાઇ: DySP ફાલ્ગુની પટેલ

News18 Gujarati
Updated: May 15, 2019, 2:29 PM IST
ખંભીસર વરઘોડા વિવાદ મામલે બે લોકોની ધરપકડ કરાઇ: DySP ફાલ્ગુની પટેલ
પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે

અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના સમાજના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના સમાજના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો. જેમાં પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે ભાવેશ પટેલ અને હસમુખ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ માટે કોમ્બિંગ ચાલુ છે.

સાથે જ આ સમગ્ર મામલે સમજાવટ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલની દાદાગીરી સામે આવી હતી. આ મામલે તપાસના આદેશ પણ અપાયા છે. જ્યારે આ વીડિયો મામલે પૂછતાં ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, જે કાર્યવાહી થશે તેમાં સાથ આપીશ.

આ વીડિયોમાં DySP અનુસૂચિત જાતિના અગ્રણીને ધમકાવતા હોય તેવું દેખાઈ રહ્યું હતું. વીડિયોમાં ફાલ્ગુની પટેલે જાહેરમાં અપશબ્દો બોલ્યા હતાં. આ ઘટના બાદ સમાજ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસે રક્ષણ આપવાની જગ્યાએ લાઠીઓ વરસાવી હોવાનો સમાજના અગ્રણીએ આરોપ લગાવ્યો હતો. સાથે જ જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.

આ મામલે આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, ઘટનાને પગલે બંદોબસ્ત યથાવત છે. દલિત આગેવાનોની મુલાકાતને પગલે બંદોબસ્ત નથી, ખંભીસરમાં શાંતિ જાળવવાની પ્રાથમિકતા છે. જ્યારે આરોપીઓ ગામ છોડી ભાગી ગયા છે.

આ પણ વાંચો: ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા

ઉલ્લેખનીય છે કે, ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ઘર્ષણ થયું હતું. જેમાં સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. રવિવારે તો આ વરઘોડો પાછો ઘરે પરત ફર્યો હતો પરંતુ સોમવારે પોલીસ પ્રોટેક્શ સાથે વરઘોડો ગયો હતો.
First published: May 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading