Home /News /north-gujarat /

વધુ એકવાર ખાકી થઇ શર્મસાર, ટ્રાફિક પોલીસ જવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

વધુ એકવાર ખાકી થઇ શર્મસાર, ટ્રાફિક પોલીસ જવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી નો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ પોલીસ જ દારૂની હેરાફેરી કરે તો ? આવી જ એક ઘટના અરવલ્લીના બાયડમાં બનવા પામી છે.

ગુજરાતમાં દારૂબંધી નો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ પોલીસ જ દારૂની હેરાફેરી કરે તો ? આવી જ એક ઘટના અરવલ્લીના બાયડમાં બનવા પામી છે.

  • Pradesh18
  • Last Updated :
અરવલ્લી# ગુજરાતમાં દારૂબંધી નો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ પોલીસ જ દારૂની હેરાફેરી કરે તો ? આવી જ એક ઘટના અરવલ્લીના બાયડમાં બનવા પામી છે.

arv2

અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં પોલીસ વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન મોડાસા તરફથી આવતી ખેડા પાર્સિગની એક ઇકો વાન શંકાસ્પદ લગતા તેને રોકી તલાસી લીધી તો આ ઇકો વાનમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ શામંત સિંહ બેઠેલ હતો. તેની પોલીસે પૂછપરછ કરતા પોતે ખેડા જિલ્લાનો વતની અને મહુધા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતુ. ઇકો વાનની જડતી લેતા તેમાંથી વિદેશી માર્કાની દારૂ તેમજ બીયરની રૂપિયા 20 હજારની કિંમતનો 60 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી બાયડ પોલીસે વિદેશી દારૂ તેમજ કાર સાથે પોલીસ કોન્સ્ટેબલ શામંત સિંહ સોઢાની ધરપકડ કરી જેલને હવાલે કર્યો હતો.

arv3

ફોટોમાં દેખાતા પોલીસના ટ્રાફિકના ગણવેશમાં સજ્જ આ મહાશય જાણે પોતે કોઈ જ ગુન્હો કર્યો ના હોય તેમ જણાવી રહ્યાં હતા કે, પોતે શામળાજી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી આ કારમાં બેઠા હતા અને વિદેશી દારૂ પોતે નહિ પણ અન્ય કોઈ ઇસમ લાવ્યો હતો, તેમ જણાવી પોલીસની વર્દીની આબરૂ બચાવવા માટેની કોશિશ કરતો નજરે પડ્યો હતો.

arv4

આ મહાશય કેટલા સમયથી દારૂની હેરાફેરી આવી પોલીસ ગણવેશ પહેરીને કરવાની યુક્તિ સાથે કરતો હશે તે અને આ દારૂ ક્યાંથી ખરીદ્યો અને ક્યાં લઇ જવાતો હતો અને કોને પહોંચાડવા નો હતો તે અરવલ્લી પોલીસે જેમ પોલીસને પકડવાની બહાદુરી બતાવી તેમ તપાસ પણ નિષ્પક્ષ રીતે કરે તો વધુ વિગત બહાર આવે તેમ છે.

આ અગાઉ પણ ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ દારૂ સાથે શામળાજી પોલીસ સ્ટેશનમાં ઝડ્પાયા બાદ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલો દ્વારા પકડેલો દારૂ બરોબાર રાજસ્થાન વેંચી મારવાના કેસમાં બન્ને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરે માંડ એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે સતત ત્રીજી ઘટના પોલીસ બની બુટલેગરની સામે આવી છે, ત્યારે પોલીસ આ ઘટનાની ન્યાયિક તપાસ કરે તે જરૂરી છે.
First published:

Tags: કોન્સ્ટેબલ, ઝડપાયો, ટ્રાફિક પોલીસ, વિદેશી દારૂ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन