બાયડમાં ખેડૂતોએ કર્યો હાઇ-વે ચક્કાજામ, બે કિમી સુધી ટ્રાફિકજામ

News18 Gujarati
Updated: January 31, 2019, 6:43 PM IST
બાયડમાં ખેડૂતોએ કર્યો હાઇ-વે ચક્કાજામ, બે કિમી સુધી ટ્રાફિકજામ

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી

રાજ્યમાં માઠા વર્ષને કારણે ખેડૂતોની દશા દયનીય બની છે. સરકારે અનેક વિસ્તારને અછતગ્રસ્ત તો જાહેર કરી દીધા, ટેકાના ભાવે પાક ખરીદીની પણ વ્યવસ્થા કરી પરંતુ હજુ કેટલાક વિસ્તારો છે જ્યાં સરકારી સહાય ધરતીપુત્રો સુધી મળી નથી. અરવલ્લીના બાયડમાં ખેડૂતોએ હાઇ વે ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે અરવલ્લીના બાયડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પડી રહેલી મુશ્કેલીને કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. કંટાળી તેઓએ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. ખેડૂતોએ બાયડ-કપડવંજ રોડ પર ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોના દેખાવને કારણે હાઇવે પર બે કિમી સુધી ચક્કાજામ સર્જાયો છે.

અહીં ક્લિક કરી વાંચો રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 2 ટકા વધ્યું, 8 મહિનાનું એરિયર્સ રોકડું મળશે

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે કે ખેડૂતોને યોગ્ય મદદ મળી રહી છે, ખાસ કરીને મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, જો કે બીજી બાજુ ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે ફરી એકવાર ખેડૂતોના દેખાવોથી રાજ્ય સરકારની પોલ ખૂલી છે.
First published: January 31, 2019, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading