અરવલ્લીઃ લૂંટના ઇરાદે શાકભાજીના વેપારીને ચાર મહિલાઓએ ચપ્પાના ઘા માર્યા

News18 Gujarati
Updated: February 4, 2019, 4:43 PM IST
અરવલ્લીઃ લૂંટના ઇરાદે શાકભાજીના વેપારીને ચાર મહિલાઓએ ચપ્પાના ઘા માર્યા
ઘાયલ વેપારી

મેઘરજના શાકભાજીના વેપારી જાકીર જાબીરભાઈ મકરાણી હિંમતનગર કામકાજ અર્થે જઈ પરત ફરી મેઘરજ બસ સ્ટેન્ડ થી ઘરે જતા સમયે ૪ મહિલાઓએ પીછો કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ અરવલ્લી જીલ્લામાં ચોર,લૂંટારુ ગેંગના આતંક સામે ખાખી વર્દીનો પનો ટૂંકો પડતા મહિલા ગેંગ પણ સક્રિય થતા પ્રજાજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરજના શાકભાજીના વેપારી જાકીર જાબીરભાઈ મકરાણી હિંમતનગર કામકાજ અર્થે જઈ પરત ફરી મેઘરજ બસ સ્ટેન્ડ થી ઘરે જતા સમયે ૪ મહિલાઓએ પીછો કર્યો હતો. અંધારાનો લાભ લઈ વેપારીને લૂંટી લેવાના ઇરાદે વેપારીને છાતી અને માથાના ભાગે છરીના ઘા મારી લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જેના પગલે વેપારીએ બુમાબુમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવતા મહિલાઓ નાસી છૂટી હત.

ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડાયો હતો સમગ્ર બનાવની જાણ મેઘરજ નગરમાં થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મહિલાના વેશમાં પુરુષ લૂંટારુઓ તો નહિ હોય સહીત તરહ-તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું. મેઘરજ પી.એસ.આઈ શર્મા નો સંપર્ક કરતા શનિવારની રાત્રિની ઘટના હોવાનું જણાવી રવિવાર બપોર સુધી કોઈ ફરિયાદ કરવા આવ્યું ન હોવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે મેઘરજના ૩૦ વર્ષીય યુવા શાકભાજીના વેપારી જાકીર જાબીરભાઈ મકરાણી કામકાજ અર્થે હિંમતનગર ગયા હતા કામકાજ પતાવી શનિવારે બસ માં પરત મેઘરજ આવ્યા હતા. બસમાંથી ઉતરી જ્યારે જાકીરભાઇ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે મેઘરજના દારૂલ ઉલુલમ મદ્રસા પાસે ઉભી રહેલી ચાર મહિલાઓએ પીછો કરી થોડે આગળ પહોંચી હતી. અંધારોનો લાભ લઇ મહિલાઓએ વેપારીને લૂંટી લેવાના ઈરાદા સાથે થપ્પડ ઝીંકી દેતા વેપારીએ પ્રતિકાર કર્યો હતો.

જેથી મહિલાઓએ જાકીરભાઈ તાબે ન થતા હાથમાં રહેલા ચપ્પા વડે જાકીરભાઇની છાતી તેમજ માથાના ભાગે ચપ્પાના ઘા મારવાની સાથે પગ પર દંડા ફટકારતા હિચકારા હુમલો કર્યો હતો. હુમલાથી બચવા બુમાબુમ કરતા લોકો દોડી આવતા મહિલાઓ ફરાર ગઇ હતી. આમ લોકોએ ગંભીર ઈજાગ્રસ્ત વેપારીને દવાખાને ખસેડાતા માથામાં છરીનો ઊંડો ઘા પડતા તબીબે ત્રણ ટાંકા લીધા હતા. મહિલાઓ મારી સાથે રહેલા રૂપિયાની લૂંટ ચલાવવા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું લોકોને ઘટનાસ્થળે થી ધારદાર ચપ્પુ પણ મળી આવ્યું હતું. મેઘરજ નગરમાં લૂંટના ઇરાદે ઇતિહાસમાં સૌ પ્રથમ વાર મહિલા ગેંગે હુમલો કરવાની ઘટના બનતા સમગ્ર ઘટના કારણે વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
Published by: ankit patel
First published: February 4, 2019, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading