સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ બાદ પરપ્રાંતીય કારીગરો પર હુમલા થઇ રહ્યાં છે જેથી મોટા પ્રમાણમાં તેઓ પોતાના વતન ફરી રહ્યાં છે.
મુખ્ય સચિવ જે. એન. સિંહે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરોને હિંદી ભાષી લોકો પાસે જઇને તેમનામાં વિશ્વાસ કાયમ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પગલા હેઠળ અરવલ્લી જિલ્લાના કલેક્ટર એન નાગરાજ અને પોલીસ અધિક્ષક મયુર પાટિલની સાથે ગુરૂવારે પરપ્રાંતીય કારીગરના સ્ટોલ પરથી પાણીપુરી ખાધી હતી. તેમણે પરપ્રાંતીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.
અમદાવાદ, વડોદરા, સુરત અને અન્ય પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરોએ પણ પરપ્રાંતીયોના વિસ્તારની મુલાકાત કરીને તેમની સાથે સમય વિતાવ્યો હતો. આ ઉપરાંત સુરક્ષા અંગે ચિંતાઓનું નિરાકરણ પણ કર્યું હતું.
પરપ્રાંતીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે હિંદી ભાષી પ્રવાસીઓનું પ્રતિનિધિત્વ કરનાર સંગઠનના નેતાઓની સાથે પણ બેઠક કરી હતી. મહત્તમ પરપ્રાંતીઓ ફેક્ટરીઓમાં કારીગર તરીકે કામ કરે છે.
એસપી મયુર પાટીલે આ અંગે એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'અરવલ્લીમાંથી ઉત્તર ભારતીયોની હિજરતને રોકવા માટે અમે તેમને સુરક્ષા પુરી પાડી છે અને આજે અમે તેમને બળ આપવા માટે તેમની લારીઓમાં પાણીપુરી ખાવા આવ્યાં છે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર