અરવલ્લીઃ લગ્ન પ્રસંગે જતાં ટ્રેક્ટર અને ટ્રકનો અકસ્માત, ત્રણ લોકો નદીમાં ડૂબ્યા, 20 ઘાયલ

અરવલ્લીઃ લગ્ન પ્રસંગે જતાં ટ્રેક્ટર અને ટ્રકનો અકસ્માત, ત્રણ લોકો નદીમાં ડૂબ્યા, 20 ઘાયલ
ઘટના સ્થળની તસવીર

ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લામાં બની છે. જ્યાં માલપુર પાસે એક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રેક્ટરમાં બેઠેલા લોકો નદીમાં પડ્યા હતા.

 • Share this:
  અરવલ્લીઃ સામાન્ય રીતે ગુજરાત સહિત દેશમાં માર્ગ અકસ્માતની (road accident) ઘટનાઓ વધતી જતી રહે છે. આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આવેલા અરવલ્લી જિલ્લામાં બની છે. જ્યાં માલપુર પાસે એક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રેક્ટરમાં બેઠેલા લોકો નદીમાં પડ્યા હતા. આ ઘટનામાં આશરે 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, સદનસિબે કોઈ જાનહાની થઈ નથી. માનવામાં આવી રહ્યું છે. નદીમાં ખાબકનારા તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા. જેઓ વાત્રક નદી ઉપર અકસ્માતનો ભોગ બન્યા હતા.

  મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે મોડી સાંજે અરવલ્લી જિલ્લામાં એક ટ્રેક્ટરમાં બેશીને આશરે 20થી વધુ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે માલપુર પાસે આવેલી વાત્રક નદી ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના પગલે ટેક્ટરમાં બેઠલા લોકો 50 ફૂટ ઊંડી નદીમાં ખાબક્યા હતા. જેના પગલે ત્રણ યુવકો ડૂબ્યા હતા. જ્યારે 20થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.  ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને નદીમાં ડૂબેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી.જ્યારે ઈજગ્રસ્ત લોકોને સારવાર માટે માલપુર મોડાસા ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, ઘટનામાં નસિબની વાત એ છે કે ઘટનામાં જાનહાની થઈ નથી.
  Published by:News18 Gujarati
  First published:February 24, 2020, 23:30 pm

  ટૉપ ન્યૂઝ