અરવલ્લીઃ નકલી અધિકારી બની હોટલોમાં તોડ કરતા ત્રણ ઠગ ઝડપાયા

News18 Gujarati
Updated: September 26, 2019, 3:33 PM IST
અરવલ્લીઃ નકલી અધિકારી બની હોટલોમાં તોડ કરતા ત્રણ ઠગ ઝડપાયા
પકડાયેલા નકલી અધિકારીઓની તસવીર

પોલીસે આ ત્રણેય નકલી અધિકારીઓ પાસેથી આ ૧૧ હજાર રોકડા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બનાવાયેલ ફોર્મ કબજે લીધા છે

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના શામળાજી (shamalaji) નજીકની હૉટલો (hotel) ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના (Department of Food and Drugs) નામે ફોર્મ ભરી પૈસા ઉઘરાવતા નકલી ત્રણ સખ્સ જડ્પાયા હતા. હૉટલ માલિકોએ નકલી અધિકારી (fake officer) બની આવેલા ત્રણેય સખ્સોને પકડી પોલીસ હવાલે કર્યા હતા.

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર આવેલી હૉટલ ક્રિશ્ના, સમ્રાટ, વિશ્રામ, મેશ્વો અને લહેર હૉટલ ઉપર બુધવારે બપોરે અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) ત્રણ સખ્સો એક કાર લઇ આવ્યા હતા. આ ત્રણેય સખ્સોએ હોટલ ઉપર પોતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આધિકારીઓ હોવાની ઓળખાણ આપી હૉટલોની તપાસ કરી હતી. ફૂડ વિભાગના ફોર્મ ભરી હૉટલ માલિકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા.

ત્યારે ક્રિશ્ના હૉટલ માલિકને શંકા જતા હૉટલના માલિકે આ ત્રણેય સખ્સો માટે ગાંધીનગર ફૂડ વિભાગમાં ફોન કરી તપાસ કરાવી હતી ત્યારે માલુમ પડ્યું હતું કે આવા કોઈ આધિકારીઓ નથી. જેથી ક્રિશ્ના હૉટલના માલિકે પીછો કરી આ ત્રણેય સખ્સોને વાટડા ટોલ ટેક્ષ પાસેથી પકડી પાડી શામળાજી પોલીસ હવાલે કર્યા હતા.

આ જડ્પાયેલા ત્રણેય સખ્સો હૉટલ માલિકો પાસે જતા હતા અને પોતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી આવતા હોવાની ઓળખ આપી તેઓની પાસે રાખેલું કમિશ્નર ખોરાક ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર ના પરિપત્ર ફૂડ સેફટી એકટ ૨૦૦૬ મુજબ છાપેલું ફોર્મ ભરી હૉટલ સીલ કરી દેવાની ધમકીઓ આપતા હતા અને રૂપિયાની ઉઘરાણી કરતા હતા આ ત્રણેય સખ્સોએ શામળાજી નજીકની ક્રિશ્ના હૉટલ માલિક પાસેથી ૨૦૦૦, મેશ્વો હૉટલ માંથી ૨૦૦૦, લહેર હૉટલ માલિક પાસેથી ૨૦૦૦, તેમજ વિશ્રામ હૉટલ માલિક પાસેથી ૫૦૦૦ એમ કુલ ૧૧ હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી.

આ પણ વાંચોઃ-નવરાત્રીનાં રંગમાં ભંગ ! આગામી 3 દિવસ જાણો રાજ્યમાં ક્યાં ભારે વરસાદની આગાહી

પોલીસે આ ત્રણેય નકલી અધિકારીઓ પાસેથી આ ૧૧ હજાર રોકડા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બનાવાયેલ ફોર્મ કબજે લીધા છે અને આ ત્રણેય સખ્સો એ અગાઉ બીજા કેટલા સ્થળોએ આવી છેતરપીંડી આચરી છે તેની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ ગુણમાં છેતરપીંડી નાં ગુના હેઠળ નકલી અધિકારીઓ બની આવેલા ૧, રામભાઈ અંબાલાલ પ્રજાપતિ રહેવાસી સાબરમતી અમદાવાદ , ૨, ભાગવત રમેશભાઈ નાયક રહેવાસી આનંદનગર ગાંધીનગર ,૩, મનીષભાઈ કિરીટભાઈ ઉપાધ્યાય રહેવાસી ગાંધીનગર ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વેપારીઓ અને હોટલ માલિકોએ આવા ઠગ લોકો થી સાવચેત રહેવાની જરૂર છે કોઈપણ આવા અધિકારીઓ બની આવે તે સમયે તેઓની ઓળખન અંગેના આઈડઁટી કાર્ડ ચેક કરી ખરાઈ કરવું જોઈએ.
First published: September 26, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading