આ 'દાદા' શાળાને જ પોતાનો પરિવાર માની 40 વર્ષથી કરે છે સેવા

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના શણગાલ ગામની જ્યાં આવેલી પ્રાથમિક શાળામાં વાઘસિંહ બાવસિંહ ઝાલા સતત 40 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે શાળામાં સેવા આપી રહ્યાં છે.

News18 Gujarati
Updated: June 15, 2019, 4:11 PM IST
આ 'દાદા' શાળાને જ પોતાનો પરિવાર માની 40 વર્ષથી કરે છે સેવા
શાળાને પરિવાર માનતા વાઘસિંહ દાદા
News18 Gujarati
Updated: June 15, 2019, 4:11 PM IST
હાર્દિક પટેલ, અરવલ્લીઃ અત્યાર સુધી તમે સેવા પરમો ધર્મ જેવા સૂત્રો જોયા હશે અને વાંચ્યા પણ હશે પરંતુ સાચા અર્થમાં સેવા કરનારા ક્યાંક જ જોવા મળશે ત્યારે એવા એક સેવકને વાત કરીશું જેમને જેમને પોતાનું જીવન શાળાની સેવામાં સમર્પિત કરી નાખ્યું છે.

વાત છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના શણગાલ ગામની જ્યાં આવેલી પ્રાથમિક શાળામાં વાઘસિંહ બાવસિંહ ઝાલા સતત 40 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે શાળામાં સેવા આપી રહ્યાં છે. અને સાચા અર્થમાં શાળાના પર્યાવરણના જતનની સાથે શાળાને પોતાનું ઘર માની સમાજ માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે.

વાઘસિંહ ઝાલા દ્વારા શાળાના મેદાનમાં વૃક્ષોનું જતન કરવાથી લઈને શાળામાં સાફસફાઈ, બાળકોને પાણી આપવા સહિતની સેવાઓ તેઓ નિઃ સ્વાર્થ ભાવે આપી રહ્યા છે. વાઘસિંહ છેલ્લા 40 વર્ષથી પોતાના નિત્યક્રમ મુજબ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શાળાને જ પોતાનું ઘર બનાવ્યુ છે. એટલુંજ નહિ તેમના પરિવાર જનો દ્વારા પણ વાઘસિંહને આ નિઃ સ્વાર્થ સેવામાં પૂરેપૂરો સહકાર આપવામાં આવી રહ્યો છે.

વાઘસિંહના પત્ની દ્વારા સતત 40 વર્ષથી તેમને જમવા માટે સવારે 10 વાગે શાળાએ ટિફિન સમયસર પહોંચાડવામાં આવે છે. બપોરે ચા પણ વાઘસિંહને તેમના ઘરેથી પહોંચાડવામાં આવે છે. ત્યારે શાળામાંથી એક પણ રૂપિયાનું ખાવા પીવાનું ન લઈ ખરે ખર સાચા અર્થમાં નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

મહત્વની વાતતો એ છે કે વાઘસિંહ પોતે શાળામાં ભણવા તો ગયા નથી, પરંતુ આજે શાળામાં અભ્યાસે આવતા અને અભ્યાસ કરી ચૂકેલા કેટલાય બાળકોના પ્રેરણારૂપ બન્યા છે.

અન્ય એક ખાસ વાતતો એ છે કે વાઘસિંહના ત્રણ દીકરા છે અને તેમના લગ્ન પ્રસંગ હોય કે તેમના દીકરાના ઘરે અન્ય કોઈ પણ પ્રસંગ હોય તો પણ તેઓ ઘરે પ્રસંગમાં જતાં નથી અને પોતે શાળામાંજ પોતાની કામગીરીમાં વ્યસ્ત રહે છે. ત્યારે શાળા એ પોતાનો પરિવાર અને શાળાનું જતન એજ પોતાની સેવા માની છેલ્લા ૪૦ વર્ષ થી સેવા કાર્ય કરી રહેલા વાઘજી કાકા ખરેખર સમાજ માટે એક ઉદાહરણ રૂપ છે
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...