મોડાસાઃધનસુરામાં શાકભાજીના વેપારી દ્વારા શ્રમિકોના મુંડન કરાયાને મામલે રોષ ભભુકી ઉઠ્યો છે. આજે ઠાકોર સમાજ દ્વારા ધનસુરા બંધનું એલાન અપાયું છે. સવારથી જએક હજારથી વધુ સમાજના લોકો રસ્તા પર ઉતરી આખુ ધનસુરા બંધ કરાવ્યું હતું.MLA રાજેન્દ્રસિંહ ઠાકોરની આગેવાનીમાં મામલતદારને આવેદન અપાશે.જિલ્લાનો પોલીસ કાફલો ધનસુરામાં ખડકાયો છે.
નોધનીય છે કે, ગઇકાલે ધનસૂરામાં શાકભાજીના દુકાનદારની દાદાગીરી જોવા મળી હતી.દુકાનમાં કામ કરતા શ્રમિકોનું મુંડન કરી માર માર્યો હતો. 100 રૂપિયાની ચોરી કરતા ઝડપાઈ જતા આવી સજા આપી હતી.શ્રમિકોને માર મારતા પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
ધનસુરા શહેર ની મધ્યમાં વર્ષો થી શાકભાજીનો વ્યવસાય તરુણ ભેરૂમલ ખટીક ને ત્યાં ધનસુરા તાલુકાના ૫ યુવકો મજુરી કામ કરતા હતા. આ કામદારોએ શાકભાજીના વેપારી ને ત્યાંથી રૂપિયા સો ની ચોરી કરી હોવાની વેપારી ને શંકા હતી જેથી આ તરુણ ખટીક દ્વારા સોમવારે સવારે ૧૧ વાગ્યાના અરસા માં પાંચેય યુવકો ની પૂછપરછ શરુ કરી પરંતુ પાંચેય યુવકોએ રૂપિયા ની ચોરી નહિ કરી હોવાનું દુકાનદાર ને જણાવેલ. જેથી શાકભાજી ના વેપારીએ કબુલાત કરાવવા તમામ યુવકો ને લાકડી વડે ઢોર માર માર્યો અને કાતર તથા અસ્ત્રા વડે પાંચેય કામદારો ને માથે મુંડન કરાવ્યા તથા અસ્ત્રા વડે અડધી મૂછો પણ કાપી નાખી આમ સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા સુધી આ ક્રૂર વેપારીઓ દ્વારા યુવકો પર અમાનુષી ભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હતું.
જે ઘટના ની જાણ ભોગ બનનાર યુવકો ના પરિવારજનો ને થતા તેઓ શાકભાજી ની દુકાને દોડી આવ્યા હતા અને વેપારી ની ચુન્ગલમાંથી પાંચેય ને છોડાવ્યા હતા અને ધનસુરા પોલીસ સ્ટેશને જઈ આવું હિચકારું કૃત્ય આચરનાર બંને વેપારીઓ સામે દુકાન માં ગેર કાયદેસર ગોધી રાખી ઢોર માર મારવા તેમજ માથે મુંડન કરાવવા બદલ ફરિયાદ નોધાવી હતી. ધનસુરા પોલીસે ફરિયાદી ની ફરિયાદ લઇ કામદારોને માર મારનાર બંને વેપારીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
શાકભાજી ના વેપારીઓ દ્વારા પોતાની દુકાને કામ કરતા ઠાકોર સમાજ ના પાંચ યુવકો પર રૂપિયા ની ચોરી ના આરોપસર ઢોર માર મારી માથે મુંડન કરવા ની ક્રૂર ઘટના ને પગલે ધનસુરા વિસ્તારના તમામ ઠાકોર સમાજ પર ઘેરા પ્રત્યાગત પડ્યા હતા અને ભારે રોષ ફેલાયો હતો. જેના કારણે આજે સમગ્ર ઠાકોર સમાજ એક હજાર થી વધુની સંખ્યામાં એકત્રિત થઇ આવું કૃત્ય આચરનાર વેપારીઓ ને કડક માં કડક સજા ની માગ સાથે સમગ્ર ધનસુરા ના બજાર બંધ કરાવ્યા હતા અને આવા તત્વો ને કડક માં કડક સજા કરી ન્યાયિક પગલા ભરવા માં આવે અને જો યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર