અરવલ્લી: પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, સુસાઈડ નોટમાં ઉલ્લેખ

News18 Gujarati
Updated: March 29, 2018, 11:16 AM IST
અરવલ્લી: પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, સુસાઈડ નોટમાં ઉલ્લેખ

  • Share this:
અરવલ્લી: પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બની છે અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમોસ ગામમાં. કે જ્યારે પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે.

ઘટનાની વિગત અનુસાર પત્ની દ્વારા આપવામા આવતા અવાર નવાર ત્રાસને લઈને પતિએ ગળેફાંસો ખાઈ લીધો હતો અને સાથે જ સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં પત્નીના પ્રેમ પ્રકરણ અને પત્ની દ્વારા આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે તેની પોતાની મિલકતમાં પત્નીને હિસ્સો આપવામાં ન આવે.

શું લખેલું છે સુસાઈડ નોટમાં?


હું અલ્પેશ સુથાર, મારી પત્ની નિમીષા તથા સાસરીવાળી તથા મારી પત્નીનો પ્રેમી રાકેશના માનસીક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરૂ છું. મારી પત્નીએ લોનો લઈને રૂપિયા કબ્જે કરી મારી સાથે પાછલા દોઢ વર્ષથી સંબંધ નથી, હવે મારા મરણ પછી બેન્ક ઓફ બરોડામાં છે વીમો છે તે મારી માને આપવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવી. બીજું એ કે મારૂ મકાન મારા ભત્રીજાના નામે કરૂ છું. મારા મોતના જવાબદાર મારી પત્ની અને મારા સાસરી પક્ષના લોકો અને મારી પત્નીનો પ્રેમી રાકેશ પટેલ છે. અને આત્મહત્યા કરવા પાછળ આ લોકોએ મજબુર કર્યા છે.

મારી લાશને મારી પત્ની અડવી જોઈએ નહી અને મારી પાછળ શોક પણ કરવા દેવો નહી, અને મારી ચિતાને મારો ભત્રીજો આગ આપશે. 
First published: March 29, 2018
વધુ વાંચો
अगली ख़बर