Home /News /north-gujarat /અરવલ્લીમાં બની અજીબો-ગરીબ ઘટના, યુવકને સપનું આવ્યું ને' જમીનમાંથી નીકળ્યા માતાજી

અરવલ્લીમાં બની અજીબો-ગરીબ ઘટના, યુવકને સપનું આવ્યું ને' જમીનમાંથી નીકળ્યા માતાજી

અજીબો-ગરીબ ઘટના

Miracle or ingenuity?: ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના એક ગામમાં અજીબો-ગરીબ ઘટના બનાવા પામી છે. શું સપનું સત્ય બની શકે? કદાચ આપ કહેશો કે ના! પણ અરવલ્લીમાં એક યુવાનને આવેલું સપનું સાચુ પડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
અરવલ્લી: ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના એક ગામમાં અજીબો-ગરીબ ઘટના બનાવા પામી છે. શું સપનું સત્ય બની શકે? કદાચ આપ કહેશો કે ના! પણ અરવલ્લીમાં એક યુવાનને આવેલું સપનું સાચુ પડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાત કઈંક એમ છે કે પૂજારીને ચૈત્રિ નવરાત્રિ દરમિયાન સપનું આવ્યું હતું કે એક જગ્યાએ માતાજીની મૂર્તિ છે. જેથી તે જગ્યાએ ખાડો ખોદતા નીકળી મહાકાળી માતાજીની મૂર્તિ. હવે આ ચમત્કાર છે કે આ ચતુરાઈ તે ચકાસવા માટે અમારી ટીમ અરવલ્લીના ઘાંટી ગામમાં પહોંચી હતી.

મૂર્તિને જોઈ ગામલોકો પણ અચંભતિ થઈ ગયા


અરવલ્લીનું ભિલોડા કે, જ્યાં જમીનમાંથી માતાજીની મૂર્તિ મળતા કુતૂહલ સર્જાયું છે. ત્યારે તે યુવાન અને તેના પિતાના આ દાવની પડતાલ કરવા અમે ભીલોડાના ઘાંટી ગામે પહોંચ્યા હતા. ત્યાં અમને પણ એક પાંચ ફૂટ ઉંડા ખાડામાં માતાજીની દિવ્ય પ્રતિમા દેખાઈ હતી. આ વાત વાયુવેગે ભિલોડા પંથકમાં ફેલાઈ છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જમીનમાંથી નીકળેલી મૂર્તિના દર્શન કરવા પહોંચી ગયા છે. આ જોઈ ગામલોકો પણ અચંભતિ થઈ ગયા હતા. ગામની એક જગ્યામાં ખુબ મોટી જગ્યામાં ખોદકામ કરવામાં આવ્યુ હતું. જેમાં સાક્ષાત મહાકાળી માતાજીની ધાતૂની મુર્તિ પણ દેખાઈ રહી હતી.

આ પણ વાંચો: પોસ્ટ કોવિડ બાદ વધતા હાર્ટએટેકના બનાવોમાં તાત્કાલિક સારવાર આપવા પ્રદેશ ભાજપનો માસ્ટર પ્લાન

તમામ ચોંકવનારા નિવદેનો સામે આવ્યા


આ જોઈને અમે ગામ લોકોને પુછ્યુ કે, આ કઈ રીતે થયુ તો તમામ ચોંકવનારા નિવદેનો સામે આવ્યા હતા. લોકોની વધુ અવરજવરને કારણે સ્થળ પર મંડપ બાંધી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આસ્થા અને માન્યતા સાથે જોડાયેલી આ ઘટનાને નકારી ન શકાય પરતું ન્યૂઝ18 ગુજરાતી આવા તમામ દાવાઓની પુષ્ટિ કરતુ નથી. જો કે વિજ્ઞાન જાથા પણ આવી ઘટનાઓને નકારી રહી છે. જોકે ગામલોકો તેને ચમત્કાર કહી રહ્યા છે.


આ ઘટના લોકો માની રહ્યા છે ચમત્કાર


ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના એક ગામમાં અજીબો-ગરીબ ઘટના બનાવા પામી છે. જેમાં એક યુવાનને સપનું આવ્યું હતું જે પ્રમાણે તે જગ્યા પર ખોદકામ કરવામાં આવતા ત્યાથી માતાજીની મૂર્તિ નીકળી હતી. જેથી લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. જો કે આવી બાબતો વિશે વિજ્ઞાન દ્વારા કોઈ પૂષ્ટી નથી કરવામાં આવી નથી.
First published:

Tags: Aravalli, Aravalli district, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો