Home /News /north-gujarat /અરવલ્લી: ST બસનો કંડકટર દારૂ પી થયો ટલ્લી, ચાલુ બસમાં જ થઈ ગયો બેહોશ

અરવલ્લી: ST બસનો કંડકટર દારૂ પી થયો ટલ્લી, ચાલુ બસમાં જ થઈ ગયો બેહોશ

આરોપી કંડક્ટર

નશામાં ચકચૂર બનેલો બસનો કંડકટર બેહોશ થઈ જતા તેની સામે બસના ચાલકે જ પોલિસ ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

હાર્દિક પટેલ, અરવલ્લી: રાજ્ય સરકારની બસ સેવા પહેલા પણ અકસ્માત, અને વ્યવસ્થાના નામે પંકાયેલી છે, ત્યારે તેમાં વધુ એક દાગ લાગે તેવી ઘટના સામે આવી છે. એક કંડડક્ટર ચાલુ ડ્યુટીએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે એસટી બસનો કંડકટર દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો હતો. તેની સામે બસના ડ્રાઈવરે જ શામળાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી નોધાવી છે.

બે પ્રસિદ્ધ યાત્રાધામો નાથદ્વારા અને દ્વારકાને જોડતી ગુજરાત એસટીની બસ રૂટના આ કંડકટર ચાલુ ડ્યુટીએ નશો કર્યો હતો. આ બસ દ્વારકાથી નાથદ્વારા ગયા પછી પરત દ્વારકા ફરી રહી હતી તે દરમિયાન શામળાજી નજીક આવતા નશામાં ચકચૂર બનેલો બસનો કંડકટર બેહોશ થઈ જતા તેની સામે બસના ચાલકે જ પોલિસ ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને અન્ય બસમાં મોકલી આપવા પડ્યા હતા. આ બનાવથી બસના મુસાફરોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી.

એસટી બસની મુસાફરીથી લોકો અળગા થાય એવી આ પ્રકારની ઘટનાઓ સામે રાજ્ય પરિવહન નિગમ કડક વલણ નહીં દાખવે તો મુસાફરોનો ભરોસો આવતા દિવસોમાં ગુમાવવો પડે તો નવાઈ નહી.
First published:

Tags: Aravalli, Conductor, ST Bus, Unconscious

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો