કહેવાય છે કે, ગુસ્સામાં માણસ શુ કરી બેસે તેનું તેને ભાન નથી હોતું અને ગુસ્સો ઓસરી ગયા બાદ તેને પછતાવવા માટે સમય પણ નથી હોતો આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં પુત્ર એ જ સગા માતા પિતા પર હુમલો કરતા પિતાની હત્યા થઈ છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં એક ચકચારી બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામી છે. નાનજીભાઈ ઉકળાભાઈ વસાવા તેમના ચાર સંતાનો સાથે વડાગામમાં આવેલા રાવળ વાસમાં રહે છે. નાનજીભાઈના પુત્ર અશ્વિનના લગ્ન થઈ ગયા હોવા છતાં તેની પત્ની વડાગામ ખાતે ન આવતી હોવાથી તેને તેડી લાવવા માટે અવાર નવાર કહેતા હતા. પરંતુ, અશ્વિને તેની પત્નીને તેડી લાવવાના બદલે ગુસ્સે ભરાઈને તેના માતા પિતા પર ઘરમાં રહેલા ધોકા વડે હુમલો કરી દેતા તેના પિતા નાનજીભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ તેની માતાને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.
મૃતક નાનજીભાઈના બીજા પુત્ર રાજુભાઇની ફરિયાદના આધારે આરોપી પુત્ર અશ્વિન વસાવા સામે ધનસુરા પોલીસ મથકે ગુનો હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે, અને તેની અટકાયત કરી જેલભેગો કરવામાં આવ્યો છે. ત્યારે હાલ તો ચાર બાળકોના પિતા અશ્વિને ખુદના માતા-પિતા પર હુમલો કરી પિતાની હત્યા કરી છે. માતા જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે આરોપીના ચાર બાળકો પણ નોધારા થઇ ગયા છે. સામાજિક સમાધાનના ઘટતા પ્રભાવ વચ્ચે આવી હિચકારી ઘટનાઓ સમાજના સિદ્ધાંતોને હચામાવી નાખે છે. ત્યારે હવે દારૂના વધતા વ્યસન વચ્ચે અસહિષ્ણુતાનો પ્રભાવ આવી ઘટનાઓ સમાજ માટે કલંક સમાન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર