શામળાજી : ભક્તો માટે ખુશખબર! Coronaનો કહેર ઘટતા ફરી શરૂ થશે દર્શન, આ તારીખથી ખૂલશે મંદિર

શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો, જાણો તારીખ, જોકે, પાવાગઢ સહિતના મંદિરો હજુ રહેશે બંઘ

શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો, જાણો તારીખ, જોકે, પાવાગઢ સહિતના મંદિરો હજુ રહેશે બંઘ

 • Share this:
  lહાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી (Arvalli) જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના (Shamlaji) ભક્તો માટે ખુશખબર આવ્યા છે. કોરોના (Coronavirus) કહેરના કારણે રાજ્યમાં જ્યારે તમામ મોટા મંદિરોમાં (Temple) ભક્તો માટે દર્શન બંધ છે ત્યારે હવે ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે. મંદિરને ભક્તો માટે ખોલવાનો (Shamlaji Temple Reopen Date) નિર્ણય કરવામાં આવ્યો છે અને ભક્તો ફરીથી ભગવાન શામળાજીના દર્શનનો લ્હાવો લઈ શકશે.

  મંદિરને પ્રસાશન દ્વારા ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ઘટી જતા હવે આગામી 1 જૂનથી શામળાજી મંદિરના દર્શન પૂન: કાર્યરત થઈ જશે. અગાઉ રાજ્યમાં કોરોનાના કેસ વધતા કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ મોટા મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરોમાં ફક્ત પૂજા કાર્ય જ કરવામાં આવતું હતું ત્યારે યાત્રાધામ અરવલ્લીના દ્વારા ફરી ભક્તો માટે ખુલશે.

  આ પણ વાંચો : રાજકોટ : શરણાઈના સૂર બદલાયા માતમમાં, પૌત્ર-વધુને આશિષ આપ્યા બાદ દાદાએ પકડી અનંતની વાટ

  આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

  મંદિરમાં એકથી દોઢ મહિનાનો સમય ફક્ત પૂજારીને જ પ્રવેશ હતો અને પૂજા વિધિ થતી હતી. હોળી બાદ કોરોનાના કેસ વધતા સરકારે ધીરે ધીરે પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી હતી જેમાં અંતે તમામ મંદિરો સાથે જાહેર સ્થળોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  પાવાગઢમાં દર્શન હજુ નહીં ખૂલે, મંદિર રહેશે બંધ

  જોકે, બીજી બાજુ શક્તિપીઠ પાવાગઢને અગાઉ 31મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, મધ્યગુજરાત અને પંચમમહાલ જિલ્લાના સૌથી મોટા શક્તિપીઠ પાવાગઢ જવા માઈ ભક્તોએ હજુ પણ જોવી પડશે રાહ. આગામી 1-જૂનથી લઈને 10મી જૂન સુધી મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો : નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

  આ પણ વાંચો : જામજોધપુર : રાજકોટના લવરમૂછિયાઓને 29 તોલા સોનાની ચોરી ભારે પડી, LCBએ ઉકેલ્યું રહસ્ય

  દ્વારકામાં ધ્વજા રોહણ માટે 25 ભક્તોની છૂટ

  ભગવાન દ્વારકાધીશના દ્વાર ઉઘડે એ પહેલાં ધ્વજારોહણ માટે મર્યાદિત સંખ્યામાં ભક્તોને છૂટ આપવામાં આવી હતી. જોકે, હવે કોરાના વાયરસનું સંક્રમણ ઓછું થતા આ સંખ્યાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સંખ્યા કોરોનાના કહેરના કારણે ખૂબ જ મર્યાદિત રાખવામા આવી હતી પરંતુ આજથી ધ્વજા ચઢાવવા માંગતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે પછી કોરોના ગાઇડલાઇનનું પાલન કરતાં 25 ભક્તો એકસાથે ધ્વજારોહણના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. જગતમંદિર ધ્વજા ચઢાવવાનું અનેરૂં મહત્ત્વ હોય છે ત્યારે આ સમાચારથી ભક્તોમાં ખુશીનો માહોલ છે.
  Published by:Jay Mishra
  First published: