અરવલ્લીઃ સાબરદાણમાંથી નીકળી રેતી, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: July 23, 2018, 2:49 PM IST
અરવલ્લીઃ સાબરદાણમાંથી નીકળી રેતી, વીડિયો થયો વાયરલ
સાબરદાણમાંતી રેતી નીકળી

અરવલ્લીમાં સાબરદાણમાં રેતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બાયડના વારેણા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે

  • Share this:
અરવલ્લીમાં સાબરદાણમાં રેતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બાયડના વારેણા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યાં પશુઓને ખવડાવવામા આવતા સાબરદાણમાં રેતી હોવાનું સામે આવ્યું હતું. સાબરદાણને પાણીમાં પલાડતા માત્ર તેમાં રેતી જોવા મળી હતી. પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો ખેડૂતનો આક્ષેપ કરી રહ્યા છે. સાબરડેરી દ્વારા સાબરદાણનું ઉત્પાદન કરવામાં આવે છે.

સામાન્ય રીતે સહકારી ડેરીઓ દ્વારા પુશોઓ માટે દાણનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સાબરદાણમાં રેતી હોવાનું બહાર આવ્યું છે.

વીડિયોમાં દેખાય છે તેમ એક વ્યક્તિ એક પાત્રમાં સાબરદાણ લે છે અને તેમાં પાણી નાંખે ધીમે ધીમે પાણી ઓછું કરતા પાણી સાથે દાણ પણ નીકળી જાય છે. અને અંતે પાત્રમાં રેતી બાકી રહે છે. જોકે, આટલી માત્રામાં રેતી નીકળતા સ્થાનિક લોકોમાં રોષ પણ ફેલાયો છે.

સ્થાનિકોનું માનવું છે કે ઓછા સાબરદાણમાં આટલી માત્રામાં રેતી નીકળે તો રોજે રોજ પશુઓને આ દાણ ખવડાવીએ તો કેટલી બધી માત્રામાં રેતી પશુઓના પેટમાં જાય.સુત્રોના જણાવ્યા પ્રમાણે પોતાના પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું પણ સ્થાનિક ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાબરડેરી દ્વારા સાબરદાણનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
First published: July 23, 2018, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading