Home /News /north-gujarat /Arvalli Accident: અરવલ્લી: રિક્ષા અને બાઇક ધડાકાભેર અથડાયા, બે લોકોનાં મોત

Arvalli Accident: અરવલ્લી: રિક્ષા અને બાઇક ધડાકાભેર અથડાયા, બે લોકોનાં મોત

રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત

રિક્ષામાં સવાર અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    અરવલ્લી : જિલ્લાના ભિલોડામાં ઝીંઝોળી પાસે રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં બાઇક ચાલક અને રીક્ષા ચાલકના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. રિક્ષામાં સવાર અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

    આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને રિક્ષા અલગ અલગ દિશામાં ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે, આસપાસના વિસ્તારના રહેવાસીઓ પણ દોડી આવ્યા હતા. હાલ ભિલોડા પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અને મૃતકો કોણ છે તે અંગેની તપાસ ચાલી રહી છે.

    વડોદરાના અકસ્માતમાં 10 લોકોનાં મોત


    ગઇકાલે વડોદરા શહેરમાં પણ આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો હતો. શહેરના દરજીપુરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. છકડાને કચડી કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘુસી ગયુ હતુ. આ ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત દસ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં પહેલા પાંચ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યાં હતા. જે બાદ આંકડો વધીને દસ થયો છે.
    " isDesktop="true" id="1261089" >

    એરફોર્સ જવાનો ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયા છે. સાત લોકો ઇજાગ્રસ્ત હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર છે. છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જ્યારે થોડા પોતાના ગામથી પાછા આવી રહ્યા હતા. હાલ આ લોકો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફાયરની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી અને વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, અરવલ્લી, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन