Home /News /north-gujarat /Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને જોરદાર અથડાઈ

Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને જોરદાર અથડાઈ

અકસ્માતનો સીસીટીવી વીડિયો

Arvalli accident republic day: પ્રજાસત્તાક દિવસની ઉજવણી (republic day celebration) કરવા શાળાએ જતા શિક્ષિકાની કારનું ટાયર (teacher car accident) ફાટ્યું હતું જેના પગલે બેકાબુ બનીને સામે આવતી કારને (two car accident) અથડાઈ હતી. જેમાં કારના ભુક્કા બોલાયા હતા.

વધુ જુઓ ...
હાર્દિક પટેલ, અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં આજે બુધવાર સવારે એક ગમખ્વાર અકસ્માત (car accident) સર્જાયો હતો. જેમાં શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત (car accident in arvalli) થતાં મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. કાર અકસ્માતનો સીસીટીવી વીડિયો (accident cctv video) પણ સામે આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મોડાસા તાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં રાગીણી પટેલ નામની મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કાર લઈને રાયગઢથી સરડોઈ જઈ રહ્યા હતા. આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે જતાં હતા.

જોકે, મોડાસાના ખંભીસર પાસે શિક્ષિકાના કારનું ટાયર ફાટ્યું હતું જેના પગલે કાર પલટી મારી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારના ભુક્કા બોલાઈ ગયા હતા. અને શિક્ષિકા રાગીણી પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-Republic dayના દિવસે જ કરુણ ઘટના! અરવલ્લીના મોડાસામાં કારનું ટાયર ફાટતા મહિલા શિક્ષિકાનું મોત

ઘટનાની જાણ થતાં જ મોડાસા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસને કારમાંથી પરીક્ષા પેપર પણ મળી આવ્યા હતા. અને મહિલાની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથધરી હતી.



ઘટનાની વધુ વિગતો મળી રહી છે તે મુજબ ટાયર ફાટયા પછી કાર ચાલક કાર ઉર કાબુ મેળવે એ ક્ષણોમાં જ કમનસીબે પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી કારની ટક્કરને લઈ મૃતક મહિલા ચાલકની કારણ ફુરચેફુરચા ઉડી ગયા હતા.

આ પણ વાંચોઃ-kutch news: ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક નીચે છકડો ચગદાયો, ત્રણના કમકમાટી ભર્યા મોત

ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાલપુરમાં પણ અકસ્માતની ઘટના બની હતી. ભિલોડાના લાલપુર ગામમાં મેશ્વો કેનાલમાં પાંચ વર્ષની બાળકી ડૂબી ગઈ હતી. જેનો મૃતદેહ ટીંટોઈ પાસે તણાણીને આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
First published:

Tags: Accident News, Arvalli News, CCTV Video, Crime news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો