મોડાસા: આસારામને સજા થતાં દુષ્કર્મના આરોપીનો જેલમાં આત્મહત્યાનો પ્રયાસ

News18 Gujarati
Updated: April 28, 2018, 10:56 AM IST
મોડાસા: આસારામને સજા થતાં દુષ્કર્મના આરોપીનો જેલમાં આત્મહત્યાનો પ્રયાસ
અરવલ્લી જિલ્લાના મોડાસાની સબ જેલમાં એક કાચા કામના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસાની સબ જેલમાં એક કાચા કામના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

  • Share this:
અરવલ્લીઃ દુષ્કર્મના આરોપી આસારામે જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આસારામને કરાયેલી આ સજાથી બળાત્કારના આરોપીઓને સજાના ડરના માર્યા પરસેવો છૂટી ગયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાની સબ જેલમાં એક કાચા કામના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દુષ્કર્મ કેસના આરોપી સંજય ભગોરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયો છે. આસારામને આજીવન કેદની સજા થતા ડરના માર્યા આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

લોખંડના દરવાજામાં કપડાંનો ગાળિયો બનાવી ખાધો ફાંસો

મળતી માહિતી પ્રમાણે આશરે મહિના પહેલા અરવલ્લી જિલ્લાના ભિલોડાના પાલબાવળિયા ગામના બળાત્કારના કાચા કામના આરોપીને મોડાસા સબજેલમાં લવાયો હતો. સંજય ભગોરા નામના આ કેદીએ મોડી રાત્રીએ જેલમાં બેરેકની બાજુમાં આવેલા સંડાસ-બાથરૂમના લોખંડના દરવાજામાં કપડાંનો ગાળિયો બનાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને અન્ય કેદીઓ જોઇ જતા સંજયને બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો.અસારામને આજીનવ કેદની સજાના સમાચાર વાંચી આરોપી ડઘાઇ ગયો

પાલબાવળિયાના સંજયભાઇ જ્યંતિભાઈ ભગોરા નામના બળાત્કારના આરોપીને 28 માર્ચના દિવસે મોડાસા સબજેલમાં લવાયો હતો. કાચાકામના કેદી તરીકે રખાયેલા સંજયે ગુરુવારે સમાચાર પત્રમાં આસારામને દુષ્કર્મ કેસમાં પડેલી આજીવન કેદની સજાના સમાચાર વાંચીને ડઘાઇ ગયો હતો. સમાચાર વાંચ્યા બાદ સંજય સાવ ચુપચુપ રહેતો હતો અને પોતાને પણ આશારાની જેમ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા થશે તેવું વિચારીને મોડી રાત સુધી જાગતો રહ્યો હતો.આસારામ જેવી જ દસા પોતાની થવાની હોવાના વિચારોમાં જ પગલું ભર્યું

આસારામ જેવી જ દસા પોતાની થવાની હોવાના વિચારોમાંને વિચારોમાં સંજય ગભરાઈ ગયો હતો. જેના કારણે તેણે સબજેલમાં બેરેકની બાજુમાં સંડાસ બાથરૂમના લોખંડના દરવાજાએ કપડાંનો ગાળિયો બનાવીને આશરે રાત્રીના 1.30 કલાકે ફાંસો ખાઇ લીધો હતી. જોકે, ફાંસો ખાવાના અવાજના કારણે અન્ય કેદીઓ જાગી ગયા હતા અને સંજય પાસે દોડી ગયા હતા.

ગામની સગી થતી સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ

ઉલ્લેથનીય છે કે મોડાસા સબજેલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર સંજય ભગોરાએ એક માસ અગાઉ પોતાની જ સગી થતી સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમે પોતાની નજીકની સગી થતી સગીરાને પીંખી નાંખતાં તેની સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાઇ હતી.
First published: April 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading