રાજસ્થાન શિક્ષક ભરતી આંદોલન : અરવલ્લી હાઇવે સૂમસામ, હોટલો પર હજારો ટ્રકોનો ખડકલો

News18 Gujarati
Updated: September 26, 2020, 12:07 PM IST
રાજસ્થાન શિક્ષક ભરતી આંદોલન : અરવલ્લી હાઇવે સૂમસામ, હોટલો પર હજારો ટ્રકોનો ખડકલો
આંદોલનને પગલે નેશનલ અરવલ્લીનાં હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા.

આંદોલનને પગલે નેશનલ અરવલ્લીનાં હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા.

  • Share this:
રાજસ્થાનમાં છેલ્લા 15 દિવસથી શિક્ષક ભરતીના મામલે આંદોલન થઇ રહ્યું છે. આ ભરતી આંદોલનમાં ઘણું આક્રામક બન્યું છે, વાહનો સળગાવી દેવા પેટ્રોલપંપ ઉપર હુમલાથી માંડી ફરજ પરના સરકારી કર્મીઓ ઉપર ભારે પથ્થરમારાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રાજયના સરહદી વિસ્તારમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આ આંદોલનના પ્રત્યાઘાતો ન પડે તેથી બોર્ડરો પર પણ પ્રત્યાઘાત પડી રહ્યાં છે. આંદોલનને પગલે નેશનલ અરવલ્લીનાં હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા. પરંતુ ડાયવર્ટ કરાયેલા આ માર્ગો પર જવા માટે અનેક કિલોમીટર ફરીને જવું પડે તેવી હાલત થઇ છે. હાલ અરવલ્લીનાં હાઇવે સૂમસામ બન્યા છે અને હાઇવેની હોટલો પર હજારો ટ્રકોનો જમાવડો થયો છે.

અમદાવાદ ઉદેપુર હાઇવે છેલ્લા 36 કલાકથી બ્લોક

આ સાથે અમદાવાદ ઉદેપુર હાઇવે છેલ્લા 36 કલાકથી બ્લોક છે. ત્યારે ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. જોકે, આ આંદોલનની કોઈ અસર જિલ્લાના સરહદી વિસ્તારમાં નહી હોવાનું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું પોલીસવડાએ જણાવ્યું હતું.

ભિલોડા વાયા અંબાજી, આબુરોડ ટ્રાફિક ડાયવર્ટ કરાયો

ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ સંખ્યાબંધ વાહનોઓ સળગાવી દીધા છે. જેના કારણે શામળાજી પોલીસ ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં લાગી છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરીને ભિલોડા વાયા અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરી દેવામાં આવતા અનેક વાહનચાલકો અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. NH 8 પર વાહનોનો જમાવડો થઈ ગયો છે અને લાંબી કતાર લાગી છે. આ પરિસ્થિતિને કારણે અનેક લોકો અટવાયા છે.

આ પણ જુઓ - 

આ પણ વાંચો - શું તમે પણ કપલ ચેલેન્જમાં ફોટા અપલોડ કર્યા છે? તો પોલીસ કરી રહી છે તમને સાવધાન

શું છે આંદોલન?

પરપ્રાંત રાજસ્થાનમાં બે વર્ષ પહેલા શિક્ષકોની 5431 જગ્યાઓ ઉપર ભરતી હાથ ધરાઈ હતી. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન અનામત બેઠકોની ઠરાવેલ ટકાવારી મુજબ આદીજાતીની 589 અને અન્ય 965 જગ્યાઓ ઉપર ઉમેદવારોની ભરતી કરાઈ હતી. બાકી રહેલ જગ્યાઓ ઉપર આદીજાતી વિદ્યાર્થી ઉમેદવારોની પસંદગીને લઈ પ્રશ્ન છેડાયો હતો. આ સાથે ટકાવારી અને બેઠકોના મુદ્દે ઉઠેલા વિવાદે આખરે આંદોલનનું સ્વરૂપ પડકયું હતું. જેના કારણે શિક્ષક ભરતી મુદ્દે છેલ્લા 15 દિવસથી રાજસ્થાન પ્રદેશમાં ચાલતા આ આંદોલને અચાનક હિંસક સ્વરૂપ પકડયું છે. ડુંગરપુરના પહાડી વિસ્તાર એવા કાંકરી ડુંગરી વિસ્તારમાં 20 જેટલા વાહનોમાં આગ ચાંપી દેવાની ઘટનાઓ બની હતી. પહાડી ટેકરી ઉપર ચડી ગયેલા આંદોલનકારીઓના ભારે પથ્થર મારાથી 20થી વધુ પોલીસ અધિકારીઓ,કર્મીઓ અને સરકારી અન્ય કર્મીઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાને પગલે સુરક્ષા દળો દ્વારા ટીયરગેસ અને રબ્બરની ગોળીઓ આંદોલનકારીઓ પર છોડાઈ હતી.

આ પણ વાંચો - ગુજરાતીઓ માટે સારા સમાચાર, 1 ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ખુલશે
Published by: Kaushal Pancholi
First published: September 26, 2020, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading