છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો રાજ્યના 25 જિલ્લામાંથી 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 4.7 ઇંચ વરસાદ નોંધાયો છે. માલપુર અને પોશીનામાં ત્રણ-ત્રણ ઇંચ તેમજ વડાલી અને ખાનપુરમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાની વચ્ચે ગુરુવારે સવારથી જ અરવલ્લી જિલ્લામાં ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદ અને વરસાદની આગાહી વચ્ચે કોઈ જાનમાલને નુકસાન ન પહોંચે તે માટે તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.
અરવલ્લીના ગામોને એલર્ટ કરાયા
રાજસ્થાનમાં ભારે વરસાદ અને બુધવારે ભિલોડામાં એક જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. બુધવારે જિલ્લાના ટાકાટુકા, ઉબસલા, બોલુન્દ્રા, ઠોલવાણી, સિલાસણ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
રતનપુર ખાતે ટ્રાફિકજામ
બુધવારે રાજસ્થાનમાં ભારે વરસાદથી ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા રતનપુર ગામ ખાતે નેશનલ હાઇવે-8 પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાઈવે પર પાણી ફરી વળતાને કારણે વાહનોની કતારો લાગી ગઈ હતી. એક તરફના હાઈવે પર પાણી હોવાને કારણે વાહનચાલકો રોંગ સાઇડમાં આવી ગયા હોવાથી ટ્રાફિકજામ થયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર